• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6th June : સુવર્ણ મંદિરમાં તલવારો ઊડી, કેરળ પહોંચી ગયો વરસાદ

|

નવી દિલ્હી, 6 જૂન: આજે અમૃતસરના સુવર્ણ મંદિરમાં બે જૂથો વચ્ચે તલવારો લઇને સામસામે આવી ગયા હતા. આ લોકો સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લ્યૂ સ્ટારની વરસી પર એકત્રીત થયા હતા. 1984માં થયેલા શીખ વિરોધી રમખાણ દરમિયામ સુવર્ણ મંદિરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન બ્લ્યૂ સ્ટાર ચલાવવામાં આવ્યું હતું. જેનો ઉદેશ્ય હિંસાત્મક પ્રવૃત્તિમાં સક્રિય તત્વોને હથિયાર સહિત પકડવા અને તેમને ઠાર કરવા. આ ઓપરેશન દરમિયાન મંદિરમાં 200 ભક્તોના મોત થયા હતા.

આજે લોકસભામાં સર્વસંમતિથી સુમિત્રા મહાજનને લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુમિત્રા મહાજનને અભિનંદન આપ્યા અને જણાવ્યું તેમના નેતૃત્વમાં ગૃહની કાર્યવાહીમાં વિકાસ થશે, જે દેશને આગળ વધારશે.

બીજા ખુશીના સમાચાર એ છે કે વરસાદ કેરળ પહોંચી ગયો છે, જે ખરેખર પાંચ દિવસ મોડો છે. જોકે કેરળના કેટલાંક ભાગોમાં વરસાદ પડ્યો છે અને જે આવતા 24થી 48 કલાકમાં ઉત્તર તરફ આગળ વધવાના આસાર છે.

સ્લાઇડરમાં જુઓ દિવસભરના તમામ સમાચારો...

સુમિત્રા મહાજન બન્યા લોકસભા અધ્યક્ષ

સુમિત્રા મહાજન બન્યા લોકસભા અધ્યક્ષ

આજે લોકસભામાં સર્વસંમતિથી સુમિત્રા મહાજનને લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુમિત્રા મહાજનને અભિનંદન આપ્યા અને જણાવ્યું તેમના નેતૃત્વમાં ગૃહની કાર્યવાહીમાં વિકાસ થશે, જે દેશને આગળ વધારશે.

સુવર્ણ મંદિરમાં જૂથ અથડામણ

સુવર્ણ મંદિરમાં જૂથ અથડામણ

પંજાબના અમૃતસરમાં આવેલા સીખોના પવિત્ર ધર્મસ્થાન સુવર્ણ મંદિરમાં અનિચ્છનીય ઘટના બની છે. આજથી 30 વર્ષ પહેલા વર્ષ 1984માં કરવામાં આવેલા ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઇ છે. આજે સવારમાં સુવર્ણ મંદિરના પરિસરમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં એક બીજા સામે તલવારો ખેંચાઈ છે.આ અથડામણમાં 12 લોકો ઘાયલ થયા છે. જ્યારે પોલીસે 50 લોકોની અટકાયત કરી છે. વધુ વાંચો..

કેરળ પહોંચી ગયો વરસાદ

કેરળ પહોંચી ગયો વરસાદ

ખુશીના સમાચાર એ છે કે વરસાદ કેરળ પહોંચી ગયો છે, જે ખરેખર પાંચ દિવસ મોડો છે. જોકે કેરળના કેટલાંક ભાગોમાં વરસાદ પડ્યો છે અને જે આવતા 24થી 48 કલાકમાં ઉત્તર તરફ આગળ વધવાના આસાર છે.

યોગેન્દ્ર કેજરીવાલને ખતમ કરવા માગે છે: સિસોદિયા

યોગેન્દ્ર કેજરીવાલને ખતમ કરવા માગે છે: સિસોદિયા

'આપ'ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પત્ર લખીને ઘટસ્ફોટ કર્યો છે કે પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ ગમે તે રીતે કેજરીવાલ અને 'આપ'નો ખાત્મો બોલાવવા માંગે છે. આ સાથે જ લોકસભા ચૂંટણીમાં ચાર બેઠકોથી સમેટાયેલી આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ભભૂકીને બહાર આવી રહ્યો છે. સિસોદિયાએ યોગેન્દ્ર યાદવ પર જૂથબાજી અને લોકસભા ચૂંટણીમાં હરિયાણાના નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો છે. વધું વાંચો...

કેજરીવાલને થઇ શકે છે 2 વર્ષની જેલ

કેજરીવાલને થઇ શકે છે 2 વર્ષની જેલ

ભાજપ નેતા નિતિન ગડકરીના આપરાધિક માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ આરોપનામું દાખલ થઇ ગયું છે. કોર્ટે આઇપીસીની ધારા 499 અને 500 અંતર્ગત આરોપ નક્કી કરી દીધો છે. જો આરોપ સાબિત થયા તો કેજરીવાલને 2 વર્ષની જેલ થઇ શકે છે. કોર્ટમાં નિતિન ગડકરીએ જણાવ્યું કે કેજરીવાલે પોતાનું નિવેદન પાછું લેવું પડશે, પરંતુ કેજરીવાલે આના માટે સ્પષ્ટ ના કહી દીધી.

મોદીની સાંસદોને સલાહ

મોદીની સાંસદોને સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સલાહ આપી છે કે તેઓ પગે પડવાની સંસ્કૃતિથી બચે. અને વધારેમાં વધારે સમય સંસદમાં હાજર રહે અને ચર્ચામાં ભાગ લે. મોદીનો ઇશારો એ નવા સાંસદો તરફ હતો જે તેમને મળવા માટે આવે છે અને તેમના પગે પડે છે.

સની લિયોને કહ્યું- 'હવે નહીં કરું પોર્ન ફિલ્મો'

સની લિયોને કહ્યું- 'હવે નહીં કરું પોર્ન ફિલ્મો'

પોર્ન સ્ટારમાંથી બોલીવુડ અભિનેત્રી બનેલી સની લિયોને એવી જાહેરાત કરી છે કે તે હવે પોર્ન ફિલ્મો નહી કરે. સનીએ જણાવ્યું કે 'જે મારો ભૂતકાળ છે તેને હું બદલી શકું તેમ નથી, પરંતુ હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે મારા પ્રત્યે લોકોનું વલણ બદલાય. હું નથી ઇચ્છતી કે હવે હું એક પોર્ન સ્ટાર તરીકે ઓળખાવું.'

પૂર્ણા માલવથ અને આનંદ કુમારનું સન્માન

પૂર્ણા માલવથ અને આનંદ કુમારનું સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણા માલવથ અને આનંદ કુમારનું સન્માન કર્યું હતું જેમણે નાની ઉંમરમાં માઉંટ એવરેસ્ટ સર કર્યું છે. તેમની સાથે તેમના કોચ પણ છે.

ગરમીથી બચવાનો ઉપાય

ગરમીથી બચવાનો ઉપાય

બે માણસો ગરમીથી બચવા રોડ સાઇડ સૂઇ ગયા છે.

ગરમીમાં ટાઇગર પણ ફૂવારાની શરણે

ગરમીમાં ટાઇગર પણ ફૂવારાની શરણે

જયપૂરના એક પ્રાણી સંગ્રહાલયમાં બેંગલ ટાઇગર ગરમીથી બચવા પાણીના ફૂવારાની મજા માણી રહ્યો છે.

અડવાણીએ આપ્યા સુમિત્રાને આશિર્વાદ

અડવાણીએ આપ્યા સુમિત્રાને આશિર્વાદ

લોકસભા અધ્યક્ષ બનવા બદલ લાલકૃષ્ણ અડવાણીએ સુમિત્રાને આપ્યા આશિર્વાદ.

મોદીએએ સુમિત્રાને આપ્યા અભિનંદન.

મોદીએએ સુમિત્રાને આપ્યા અભિનંદન.

લોકસભા અધ્યક્ષ બનવા બદલ લાલકૃષ્ણ મોદીએએ સુમિત્રાને આપ્યા અભિનંદન.

સુવર્ણ મંદિરમાં જૂથ અથડામણ

સુવર્ણ મંદિરમાં જૂથ અથડામણ

પંજાબના અમૃતસરમાં આવેલા સીખોના પવિત્ર ધર્મસ્થાન સુવર્ણ મંદિરમાં અનિચ્છનીય ઘટના બની છે. આજથી 30 વર્ષ પહેલા વર્ષ 1984માં કરવામાં આવેલા ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઇ છે. આજે સવારમાં સુવર્ણ મંદિરના પરિસરમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં એક બીજા સામે તલવારો ખેંચાઈ છે.આ અથડામણમાં 12 લોકો ઘાયલ થયા છે. જ્યારે પોલીસે 50 લોકોની અટકાયત કરી છે.

શનિશિંગળાપુરની શરણે રાજ અને શિલ્પા

શનિશિંગળાપુરની શરણે રાજ અને શિલ્પા

શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા ની સાથે શનિ શિંગળાપુરમાં દર્શન કરી રહી છે.

English summary
News Of 6th June: Sumitra Mahajan becam Lok Sabha speaker, and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X