For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: નેતાજી માટે ભારત રત્ન નથી ઇચ્છતો તેમનો પરિવાર

|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 10 ઓગષ્ટ: ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન નેતાજી સુભાષ ચંદ્ર બોસને એનાયત કરવાની અટકળો વચ્ચે નેતાજીના પ્રપોત્રએ આજે એવો દાવો કર્યો છે કે તેમના પરિવારના મોટાભાગના સભ્યો આ વિચારનો અસ્વીકાર કરે છે. ચંદ્ર કુમાર બોસે દાવો કર્યો કે તેઓ આ સન્માન લેવા નથી માંગતા પરંતુ તેના બદલે તેમની માંગ છે કે તેમના મોતની તપાસ કરવામાં આવે.

દિવસભરના મુખ્ય સમાચારો આ પ્રમાણે છે...

  • ભારતમાં જીવલેણ ઇબોલા વાયરસગ્રસ્ત એક દર્દી ચેન્નાઇ એરપોર્ટ પરથી મળી આવ્યો છે. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ આફ્રિકાથી ચેન્નાઇ આવ્યો હતો.
  • ઇરાનમાં એક નાનુ યાત્રી વિમાન રાજધાની તેહરાનના મેહરાબાદ હવાઇ મથકની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. દુર્ઘટના સમયે વિમાનમાં ક્રૂમેમ્બર સહિત 48 લોકો સવાર હતા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇરાની સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં તમામ લોકોના મોત થઇ ગયા છે.
  • ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે સારુ થયું ત્રણ દિવસમાં જ મેચ હારી ગયા હવે બે દિવસ આરામ માટે મળશે.
  • ગાઝા પર ઇઝરાઇલી જેટો દ્વારા હુમલા જારી છે, જ્યારે સંઘર્ષ વિરામ માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે.
  • અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબાએ ચેતાવણી આપી છે કે ઇરાકને ઝેહાદી સુન્ની ઉગ્રવાદીઓથી મુક્ત કરાવવા અને દેશને સ્થિર કરવામાં થોડો સમય લાગી શકે છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે દેશની બહેનો અને બાળકોએ રાખડી બાંધી હતી. જ્યારે શાકભાજીઓના ભાવ આસમાને ચડવાના કારણે વડોદરાની કોંગ્રેસી કાર્યકરે નરેન્દ્ર મોદીને ટામેટાવાડી રાખડી મોકલાવી છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના લદ્દાખના લેહ જિલ્લાની યાત્રા દરમિયાન 12 ઓગષ્ટના રોજ સિયાચિન ગ્લેશિયર જઇ શકે છે.
English summary
News in Brief (August 10): Narendra Modi got tomato Rakhi from congress worker from Vadodara and other news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X