For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Brief: આજની ચર્ચિત ઘટનાઓ પર એક નજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જુલાઇ: આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો પુણેના એક ગામમાં ભેખડ ધસવાને કારણે આખું ગામ ગઇકાલે તેની ઝપેટમાં આવી ગયુ હતું, જેમાં મરનારાઓની સંખ્યા આજે વધીને 23 સુધી પહોંચી ગઇ છે. હજી પણ અત્રે બચાવ કામગીરી ચાલુ છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અત્રેની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. કેટલાંક સ્થળે આભ ફાટવાની ઘટના પણ બની છે જેના પગલે રેસ્ક્યૂ ઓપરેશન આરંભવામાં આવ્યું છે.

વધુ સમાચારોથી અપડેટ રહેવા આ ન્યૂઝને રિફ્રેશ કરતા રહો...

21.20 PM : સરકારે આજે પેટ્રોલના ભાવમાં થોડોક ઘટાડો કર્યો છે. પટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 1.09 ઘટાડી દેવામાં આવ્યા છે. જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આજે મધરાત, એટલે કે 1 ઓગસ્ટ, 2014થી અમલમાં આવશે.

17.30PM: અમેરિકન કોંગ્રેસના નિચલા ગૃહ પ્રતિનિધિ સભાએ સત્તાના કથિત દુરુપયોગને લઇને રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિરુધ્ધ કેસ ચલાવવાના પ્રસાવને પાસ કરી દીધો છે.

17.25 PM: સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર, ઇંગ્લેન્ડ 266 રનથી જીત્યુ

સાઉથમ્પટન ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય થયો છે. ઇંગ્લેન્ડ તરફથી આપવામાં આવેલા 435 રનના ટાર્ગેટ સામે ભારત માત્ર 178 રન જ બનાવી શક્યું છે. આ સાથે જ ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર થઇ ગઇ છે. ઇંગ્લેન્ડના 569/7d અને 205/4d સામે ભારત 330 અને 178 રન બનાવી શક્યું હતું.

16.28 PM: ભારત પર હારનું જોખમ, ધોની 6 રન બનાવી આઉટ

સાઉથમ્પટન ટેસ્ટમાં ભારત પર હારનું જોખમ વધી ગયું છે. ભારતે તેની છઠ્ઠી વિકેટ ધોનીના રૂપમાં ગુમાવી દીધી છે. ભારતને મેચ જીતવા માટે હજુ 300 કરતા વધારે રનની જરૂર છે. ભારતનો હાલ સ્કોર 140 રન છે. મહેન્દ્ર સિંહ ધોની 6 રન પર એન્ડરસનનો શિકાર બન્યો છે.

india-england-test

16.20 PM: 'અમે કોઇ ફાઇનલ 10 જનપથ મોકલી ન હતી': મનમોહન

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના તે દાવાને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નકારી કાઢ્યો છે જેમાં તેમણે વર્ષ 2004માં સોનિયા ગાંધીએ 'અંતરાત્માની આવાજ' પર નહી, પરંતુ પોતાના પુત્ર રાહુલ ગાંધીના આકરા વલણ બાદ વડાપ્રધાન બનવાની ના કહી હોવાની વાત કહી છે. નટવર સિંહના આરોપોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અંગત વાતચીતને કમાણીનું માધ્યમ બનાવવું જોઇએ નહી. તેમણે એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પાસે કોઇ પણ જતી ન હતી.

16.15 pm : MS યુનિવર્સિટીમાં 26 ઓગસ્ટે વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજાશે.

16.05 pm : જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા, વિલિગ્ડન ડેમ ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ.

15.45 pm : ગુજરાતના મુખ્યમંત્રી આજે રાજકોટ પાસે આવેલા કાગવાડ ખોડલ ધામમાં વન વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક વન મહોત્સવનું ઉદઘાટન કરાવશે. જે અંતર્ગત 7.5 હેક્ટરમાં ફેલાયેલા અને 85,000 વૃક્ષો ધરાવતા વન બગીચાનું ઉદઘાટન કરશે.

15.40 PM: જ્યારે હું પુસ્તક લખીશ ત્યારે હકીકત સામે આવશે: સોનિયા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના તે દાવા પર ગુરૂવારે વળતો પ્રહાર કર્યો, જેમાં કહેવામં આવ્યું હતું કે વર્ષ 2004માં સોનિયા ગાંધીએ 'અંતરાત્માની આવાજ' પર નહી, પરંતુ પોતાના પુત્ર રાહુલ ગાંધીના આકરા વલણ બાદ વડાપ્રધાન બનવાની ના કહી હોવાની વાત કહી છે. નટવર સિંહના પુસ્તક પર સોનિયા ગાંધીએ આજે કહ્યું કે જ્યારે હું મારું પુસ્તક લખીશ, ત્યારે સત્ય સામે આવી જશે. હું તેનાથી આધાત નથી, હું મારી સાસું (પૂર્વ વડાપ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી)ને ગોળીઓને વીંધાયેલા જોયા છે. મારા પતિ (રાજીવ ગાંધી)ની હત્યા કરાવી દેવામાં આવી. ઘણા બધા લોકો ઘણું બધુ કહે છે અમારા વિશે. જ્યારે આ મામલા હું આધાતમાં હોવાનું પૂછવામાં આવે છે તો હું શું કહી શકું.

15.30 pm : ભુજમાં પોલીસ સ્ટેશન પર ટોળાના હુમલાની ઘટનામાં પોલીસે અત્યંત સઘન કોમ્બિંગ હાથ ધર્યું છે. જેમાં 12 લોકોની અટકાયત બાદ 6 લોકોની સામેલગીરી સાબિત થતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 140 સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 60ની ઓળખ કર્યા બાદ 43ની ધરપકડ થઇ છે.

15.25 pm : આજે શેરબજારરેડ ઝોનમાં બંધ થયું છે.BSE સેન્સેક્સ 192.35 પોઈન્ટ ઘટીને 25,895.07 પોઈન્ટની સપાટીએ અને NSEનો નિફ્ટી 74.40 પોઈન્ટ ઘટીને 7,717.00 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

15.05 pm : ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતમાં વિલાયત ગામમાં આવેલા કંપનીના વિસકોસ સ્ટેપલ ફાઇબર (VSF) પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

14.47 pm : ગુજરાતમાં વર્ષ 2012-13 દરમિયાન સૌથી વધારે 17 ટકા રોકાણ આકર્ષવામાં ઉર્જા ક્ષેત્ર સોથી આગળ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન રૂપિયા 1,560 રૂપિયાના રોકાણ આવ્યું હતું. જેમાંથી 56 ટકા ખાનગી અને 44 ટકા સરકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલું રોકાણ હતું.

14.05 pm : ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવા છચાં 124 ગામો એવા છે જ્યાં હજી પણ ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમાંથી 54 ગામ કચ્છમાં આવેલા છે.

13.55 pm : ઇડરિયા ગઢ પર આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરમાં માતા પાર્વતી અને નંદીની ઉખાડીને ફેંકવામાં આવતા સમગ્ર ઇડરમાં હિન્દુઓ અને મુસ્લિમોએ બંધ પાળ્યો.

13:20 PM: BJP સંસદીય દળની બેઠકમાં અમિત શાહે કહ્યું, મતદારો સાથે જોડાયેલા રહો અને સંસદ સત્રમાં જરૂર આવો

નવી દિલ્હી: ભાજપના નવા અધ્યક્ષ અમિત શાહે આજે પાર્ટી સાંસદોને કહ્યું કે તે કોઇપણ સ્થિતીમાં મતદારો સાથે દૂર ભાગે નહી અને ચાર રાજ્યોમાં થનાર ચૂંટણી તથા કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખતાં સંપર્ક બનાવી રાખે.

13:00 PM: તમારા શરીરને નબળું બનાવી રહ્યું છે ચિકન, બેઅસર થઇ રહી છે દવાઓ!

નવી દિલ્હી: ચિકન ખાવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. એક નવા સર્વેના અનુસાર ઘણી બિમારીઓમાં ડૉક્ટર એન્ટિબાયોટિક્સ આપે છે પરંતુ તેની અસર ના બરાબર થાય છે. તેનું કારણ ચિકન પણ હોઇ શકે છે. આ સર્વેના અનુસાર ચિકન ખાનારાઓમાં બિમારી સાથે લડવાની તાકાતમાં નબળાઇ આવી રહી છે.

13: 20 PM: તંજાનિયામાં માર્ગ દુર્ઘટના, 17ના મોત
તંજાનિયામાં બુધવારે દાર એ સલામ શહેર તરફ જઇ રહેલી એક બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 17 લોકોના મોત થઇ ગયા, જ્યારે 56 લોકો ઘાયલ થઇ ગયા.

13: 00 PM: આર્કટિકમાં થશે મંગળ અભિયાનનો અભ્યાસ
અવકાશ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોની ટીમ કેનેડાના ઉત્તરી છેડા પર સ્થિત નુનાવુટમાં નવા ઉપકરણોની તપાસ કરાવી રહી છે, જેથી મંગળ અભિયાનને વધું સરળ અને શ્રેષ્ઠ બનાવી શકાય.

12: 45 PM: ઉર્જાનું સ્રોત બની શકે છે કાર્બન ડાયોક્સાઇડ
વૈજ્ઞનિકોએ એક એવા ઉત્પ્રેરકની શોધ કરી છે, જે કાર્બન ડાયોક્સાઇડને સિનગેસમાં પરિવર્તિત કરવાની પ્રણાલીમાં સુધાર લાવી શકે છે. સિનગેસ ઊર્જાનું એક વૈકલ્પિક સ્રોત છે.

દિલ્હીમાં ઇ-રિક્શા પર હાઇકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

12: 30 PM: નવી દિલ્હી: દિલ્હીમાં ઇ રિક્શા પર હાઇકોર્ટે પ્રતિબંધ લગાવી દિધો છે. હાઇકોર્ટે કહ્યું કે ઇ રિક્શા લોકો માટે પરેશાનું કારણ બની રહી છે. હાઇકોર્ટે સરકાર અને પોલીસને તાત્કાલિક ઇ રિક્શા પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે.

હાઇકોર્ટે કહ્યું કે ઇ રિક્શા કાયદા વિના રોડ પર દોડે છે. તાજેતરમાં જ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ઇ રિક્શાને લઇને છૂટ આપવાની વાત કહી હતી. હાઇકોર્ટે આ નિર્ણય ત્રિલોકપુરીમાં બાળકીને કઢાઇમાં પાડવાની ઘટનાનો સંજ્ઞાન લેતાં સંભળાવ્યો છે.

12.05 pm : ગોવા સરકાર યુવાનોની કાર્યકુશળતા વધારવા ગુજરાત મોડેલ અપનાવશે.

11.30 am: ગાઝામાં મરનારાઓની સંખ્યા 1,300ની પાર, યૂએનની શાળા બની શિકાર
ચાર કલાકના માનવીય સંઘર્ષવિરામ માટે ઇઝરાઇલની સહમતી મળવા છતાં ગાઝામાં ઇઝરાઇલી બળો અને હમાસની વચ્ચે ભીષણ યુદ્ધમાં બુધવારે ઓછામાં ઓછા 92 ફિલિસ્તિની માર્યા ગયા. તેમાંથી 20 લોકો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત એક શાળામાં માર્યા ગયા છે. તેની સાથે જ આ યુદ્ધમાં મરનારાઓની સંખ્યા 1323 સુધી પહોંચી ગઇ છે. વધુ વાંચવા માટે અત્રે ક્લિક કરો...

11.00 AM: મૉડલ સાથે રેપ કેસમાં પૂનમ પાંડેનું પણ નામ ઉછળ્યું

મુંબઇ: ડીઆઇજી સુનીલ પારસકર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ હવે મૉડલ પૂનમ પાંડે સાથે પૂછપરછ કરશે. પૂનમ પાંડેનું નામ પારસકર પર રેપની એફઆરઆઇ નોંધવનાર મૉડલે લીધું છે. ક્રાઇમ બ્રાંચ સૂત્રોનું કહેવું છે કે મૉડલને મોકલવામાં આવેલા પારસકરના હજારો એસએમએસ એકદમ અશ્લીલ છે. મૉડલનો મોબાઇલ સેટ ફોરેન્સિંક લેબમાં તપાસ માટે મોકલી દિધી છે. પારસકરના મોબાઇલ સેટને પણ લેબમાં મોકલવામાં આવ્યો છે.

10.30 AM: લેફ્ટિનેંટ જનરલ દલવીર સિંહ સુહાગ આજે નવા સેના પ્રમુખનું પદ સંભાળશે

નવી દિલ્હી: લેફ્ટિનેંટ જનરલ દલવીર સિંહ સુહાગ આજે નવા સેના પ્રમુખનું પદ સંભાળશે. તે જનરલ બિક્રમ સિંહનું સ્થાન લેશે જે આજે સેવાનિવૃત્ત થઇ રહ્યાં છે. પૂર્વવર્તી યુપીએ સરકારે પૂર્વ સેના પ્રમુખ જનરલ વી.કે. સિંહ અને ભાજપના વિરોધની અનદેખી કરતાં મે મહિનામાં જ સુહાગને સેના પ્રમુખ માટે નામિત કર્યા હતા.

10.00 AM: પુણેમાં અકસ્માત પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેમાં ભૂસ્ખલનમાં જાનની ક્ષતિ પર શોક પ્રગટ કર્યો અને નિર્દેશ આપ્યો કે પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ પુરી પાડવામાં આવશે.

પીએમઓના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે પરિસ્થિતીના નિરિક્ષણ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહને પુણે જવાના નિર્દેશ આપ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'વડાપ્રધાન ભૂસ્ખલનમાં જાનની ક્ષતિ પર શોક પ્રગટ કર્યો છે અને પ્રભાવિત લોકોની મદદ માટે દરેક સંભવ પ્રયત્ન કરવાના નિર્દેશ આપ્યા છે.'

9.30 am : આજે શેર બજાર ઉપર ખુલ્યું હતું. માર્કેટમાં કારોબાર શરૂ થયાની થોડી જ મીનિટોમાં BSE સેન્સેક્સ 19.59 પોઈન્ટ ઘટીને 26067.83 પોઈન્ટની સપાટીએ અને NSEનો નિફ્ટી 11.05 પોઈન્ટ ઘટીને 7,780.35 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

9:25 am: ગાઝામાં ઇઝરાઇલી હુમલામાં 6 ફિલીસ્તિનીઓની હત્યા

9:10 am: પુણે ભેખડ દુર્ઘટના: 23 મૃતદેહો મળી આવ્યા, 133 હજી પણ ગુમ.

8:30 am: ગુજરાતના રાજભવનના રિપોર્ટને ટાંકીને સમાચાર પત્રએ લખ્યું છે કે ગુજરાતના રાજ્યપાલ તરીકે કમલા બેનિવાલે વર્ષ 2011થી 2014 વચ્ચે 63 વાર સરકારી વિમાનનો ઉપયોગ કર્યો છે. તેમાંથી 53 ઉડાનો કમલા બેનિવાલે પોતાના ગૃહનગર જયપુર માટે હતી. જ્યારે 10 ઉડાનો દિલ્હી માટે હતી. તેમણે કુલ 277 કલાક ઉડાન ભરી હતી.

8:10 am: અમેરિકાના વિદેશ મંત્રી જ્હૉન કેરી ઇન્ડો-અમેરિકાની પાંચમી વાર્તા અંગેની તૈયારી કરી રહ્યા છે.

8:05 am: પુણેમાં ભેખડ ધસવાની દુર્ઘટનામાં હજી પણ 133 લોકો ગુમ છે. પોલીસે કેટલાંક મૃતદેહ મેળવી લીધા છે. 400 જેટલા એનડીઆરએફના બચાવ અધિકારીઓ કામે લાગ્યા છે.

8:00 am: ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં આવેલા ઘનશ્યાલી બ્લોક ખાતે આભ ફાટ્યું હતું જેમાં 6-7 ઘરો તણાઇ ગયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. બચાવકામગીરી આરંભી દેવામાં આવી છે. (વધુ વિગત વાંચવા માટે અહીં ક્લિક કરો)

news
English summary
News in Brief (July 31): 23 dead bodies recovered from Pune landslide site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X