For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતના છાપાઓના ફ્રંટ પેજની તસવીરો અને વીડિયો

|
Google Oneindia Gujarati News

આજથી લગભગ 69 વર્ષ પહેલા જ્યારે 15મી ઓગસ્ટ 1947ના રોજ અડધી રાતે 00:07થી 00:27ના વચ્ચે ભારતને જ્યારે પહેલી વાર એક આઝાદ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યાં કોઇ ટીવી ચેનલ નહતા જે તેને 24/7 કવર કરે. ના જ કોઇ ઇન્ટરનેટ અને ના જ ટ્વિટર, કે જેનાથી તમને પળે પળની ખબરો મળી શકે. તે તેવો સમય હતો જ્યારે ખાલી રેડિયો સમાચારોનું એક માત્ર માધ્યમ હતા. ત્યારે દેશના અનેક લોકો આઝાદ ભારતની ઉજળી સવારની રાહ જોઇને બેઠા હતા.

15 ઓગસ્ટ જ્યારે આઝાદ ભારતમાં સવારનું છાપું લોકોના ઘર આંગણે આવ્યું. ત્યારે દેશના તમામ શહેરોમાં ઢોલ નગાડા અને ઉત્સવની તૈયારીઓ થઇ રહી હતી. દરેક જગ્યાએ ખુશીઓ છવાઇ હતી. ત્યારે આ ખુશીને આ વીડિયોમાં સાફ જોવા મળે છે. આ એક માત્ર રંગીન વીડિયો છે જેમાં આપણા દેશના તે ઐતિહાસિક દિવસને કેદ કરવામાં આવ્યો છે.

સાથે જ તે દિવસે અખબારાના ફ્રંટ પેઝ પર આઝાદ ભારતના આ જશ્નને કંઇક આ રીતે હેડલાઇન સ્વરૂપે ઉતારવામાં આવ્યો હતો. તો જુઓ આ સ્લાઇડર. અને સાથે જ આ વિષે તમારા મત નીચે કમેન્ટ બોક્સના લખવાનું ના ભૂલતા.

આઝાદીની સવાર

આઝાદીની સવાર

આ છાપું 15 ઓગસ્ટ 1947ના રોજ પ્રકાશિત થયું હતું.

હિંદુસ્તાન

હિંદુસ્તાન

હિંદુસ્તાન નામના છાપાની હેડલાઇનમાં લખ્યું હતું સ્વતંત્ર ભારતની મંગળ પ્રભાત.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા

જાણીતા અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ફ્રંટ પેઝની હેડલાઇનમાં લખ્યું હતું. આઝાદ ભારતનો જન્મ.

પાકિસ્તાની છાપું ડૉન

પાકિસ્તાની છાપું ડૉન

નોંધનીય છે કે ભારતની આઝાદીના એક દિવસ પહેલા પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ

ઇન્ડિયન એક્સપ્રેસ

ઇન્ડિયન એક્સપ્રેસ પાડેલી આ તસવીર જેમાં ભારતના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નહેરું શપથ ગ્રહણ કરી રહ્યા છે.

English summary
Lets see the front pages of major newspaper published on 15 August 1947. Also see rare video of Independence Day 1947.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X