4 June: પંચમહાભૂતોમાં વિલિન થયા મુંડે, ઉદ્ધવે પણ કરી CBI તપાસની માંગ
નવી દિલ્હી, 4 જૂન: આજે ચોથી જૂન આજના દિવસે 16મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થયું, પરંતુ તેમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. માત્ર રાષ્ટ્રપતિની હાજરીમાં કમલનાથને કાર્યવાહક સ્પિકર તરીકે શપથ ગ્રહણ કરાવ્યા, ત્યારબાદ કમલનાથે સંસદમાં કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેના નિધન પર બે મિનિટનું મૌન પાળ્યું ત્યારબાદ તેમણે સદનની કાર્યવાહી આવતીકાલ માટે સ્થગિત કરી દીધી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે 'અમે જનતાને જે વચનો આપ્યા છે તેની પૂરા કરવાની પૂરતી કોશીશ કરીશું.'
હાલમાં દેશભરના લોકો અને મીડિયાની નજર સ્વ. ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર પર છે. ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર તેમના ગામ પરલીમાં કરવામાં આવશે. તેના માટે તેમના મૃતદેહને આજે વહેલી સવારે પરલી ખાતે લાવી દેવામાં આવ્યો હતો. પરલીમાં ભારે જનમેદની ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડી છે.
દિવસભરના તમામ સમાચારો પર નજર રાખવા જુઓ સ્લાઇડરમાં...

વચનો પૂરા કરવાની કોશીશ કરીશું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે 'અમે જનતાને જે વચનો આપ્યા છે તેની પૂરા કરવાની પૂરતી કોશીશ કરીશું.'
|
કમલનાથે કાર્યવાહક સ્પિકર તરીકે શપથ લીધા
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કમલનાથને કાર્યવાહક સ્પિકર તરીકે શપથ ગ્રહણ કરાવ્યા.

લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
સ્પિકર કમલનાથે સંસદમાં કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેના નિધન પર બે મિનિટનું મૌન પાળ્યું ત્યારબાદ તેમણે સદનની કાર્યવાહી આવતીકાલ માટે સ્થગિત કરી દીધી.

ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર
હાલમાં દેશભરના લોકો અને મીડિયાની નજર સ્વ. ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર પર છે. ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર તેમના ગામ પરલીમાં કરવામાં આવશે. તેના માટે તેમના મૃતદેહને આજે વહેલી સવારે પરલી ખાતે લાવી દેવામાં આવ્યો હતો. પરલીમાં ભારે જનમેદની ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડી છે. ગોપીનાથ મુંડેને અગ્નિદાહ તેમની દિકરી પંકજાએ આપ્યા હતા.

ગોગોઇ મળ્યા રાહુલને, કેબિનેટમાં ફેરબદલની શક્યતા
અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇએ રાહુલ ગાંધીની બે તબક્કામાં મુલાકાત કરી હતી. અસમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનના કારણે આંતરિક વિરોધનો સામનો કરી રહેલા ગોગોઇ કેબિનેટમાં ફેરબદલ કરે તેવી શક્યતા છે.

અસદુદ્દીન ઓવૈસીએ મોદી પર ઝેર ઓક્યૂ
હૈદ્રાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરીથી ઝેર ઓક્યું છે. ફેસબુક અને યૂ ટ્યૂબ પર એક વીડિયો શેર થઇ રહ્યો છે, જેમાં ઓવૈસી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં જોવા મળી રહ્યાં છે. વીડિયો જોવા માટે ક્લિક કરો..

ઉદ્ધવ ઠાકરે પણ કરી સીબીઆઇ તપાસની માંગ
આજે ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુંડેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવેલા ઉદ્ધવ ઠાકરેએ પણ આ દુર્ઘટનાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે.
|
આનંદીબેન પટેલ મુખ્યમંત્રી, ગુજરાત
મારુતી-સુઝુકીના ચેરમેન આરસી ભારગવા આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા.

અખિલેશ યાદવના મીડિયા પર આરોપ
અખિલેશ યાદવે બદાયૂ ગેંગરેપ મામલે મીડિયા પર આરોપ લગાવ્યા છે કે મીડિયા ઉત્તર પ્રદેશને બદનામ કરી રહ્યું છે. દેશના બધા રાજ્યોમાં આવી ઘટનાઓ ઘટે છે પરંતુ તેને કોઇ નથી બતાવતું. ગૂગલમાં જોવો તમે કયા રાજ્યોમાં કેટલી ઘટનાઓ છે.

ભારતમાં મહિલાઓ વિરુધ્ધ હિંસા ભયભીત કરનારી: અમેરિકા
વિદેશ મંત્રાલયની ઉપ પ્રવક્તા મેરી હાર્ફે ગઇકાલે જણાવ્યું, ભારતમાં શારીરિક શોષણ અને હત્યાઓની ઘટનાઓ અંગે જાણીને અમે ભયભીત છીએ. આ મુશ્કેલીના સમયમાં અમારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. હાર્ફ ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ગયા અઠવાડીએ બે યુવતીઓની સાથે થયેલ ક્રૂર સામાહૂહિક બળાત્કાર અને તેમની હત્યા સાથે જોડાયેલા સવાલો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદા અને વિચારમાં પરિવર્તન ખૂબ જ મહેનતનું કામ છે.