For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NHRCનો આદેશ, સોમનાથ પર થશે કાર્યવાહી

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 માર્ચઃ દિલ્હીના પૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે. વિદેશી મહિલાઓ સાથે ગેરવર્તણૂકના મામલામાં રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને દલ્હી પોલીસને સોમનાથ ભારતી વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે, NHRCએ દિલ્હી પોલીસને ભારતી વિરુદ્ધ 8 અઠવાડિયામાં કાર્યવાહી કરવા કહ્યું છે. નોંધનીય છે કે, સોમનાથ ભારતી જ્યારે કાયદામંત્રી હતા ત્યારે ખિડકી એક્સટેંશનમાં 15 અને 16 જાન્યુઆરીની રાત્રે કેટલીક આફ્રિકન મહિલાઓના ઘરે છાપેમારી કરી હતી.

somnath-bharti
ભારતી એ વિસ્તારમાં ગયા હતા, જ્યાં તેમનો દાવો હતો કે કેટલાક આફ્રિકન નાગરીક ડ્રગ્સ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યાં હતા. શરૂઆતમાં ભારતીએ માંગ કરી હતી કે પોલીસ એ સ્થળે છાપો મારે, પરંતુ વૉરંટ નહીં હોવાનો હવાલો આપી પોલીસે રેડ પાડવાની ના પાડી દીધી હતી, ત્યારે તેમણે રેડ મારવા માટે ટોળાનું નેતૃત્વ કર્યું. દિલ્હી પોલીસે આ સંબંધમાં 19 જાન્યુઆરીએ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

તત્કાલિન ‘આપ' સરકાર સમક્ષ ભારતીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી, જ્યારે આફ્રિકન મહિલાઓમાંથી એક મહિલાએ કથિત રીતે તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે એ ગૃપનું નેતૃત્વ કર્યું હતું જે તેમના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.

English summary
National Human Rights Commission (NHRC) has directed the Delhi Police to take action against former Delhi law minister Somnath Bharti for his midnight raid in Khirki Extension.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X