ભારતમાં 2047 સુધીમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માંગતુ હતુ PFI, બનાવ્યા હતા કિલર સ્કવૉડ, ચાર્જશીટમાં ખુલાસો
NIAની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યુ છે કે પીએફઆઈ 2027 સુધીમાં ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપવા માંગતુ હતુ.
પૉપ્યુલર ફ્રંટ ઑફ ઈન્ડિયા(પીએફઆઈ) પર બેન લાગ્યા બાદ હવે તેના બદઈરાદાઓના ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ પીએફઆઈ સાથે જોડાયેલા એક કેસની ચાર્જશીટ દાખલ કરી. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ સંગઠન વર્ષ 2027 સુધી ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માંગતુ હતુ. આના માટે તેણે સર્વિસ ટીમ અને ક્લિર સ્કવૉડ પણ બનાવી હતી. જો કે તેના ઈરાદાઓ જાણીને સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો.

ગયા વર્ષે 26 જુલાઈના રોજ કર્ણાટકના સુલિયા તાલુકાના બેલારે ગામમાં ભાજપ યુવા મોરચાના જિલ્લા સમિતિના સભ્ય પ્રવીણ નેત્રુની હત્યા કરવામાં આવી હતી. જેની તપાસ NIAને સોંપવામાં આવી હતી. હવે તપાસ એજન્સીએ બેંગલુરુની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં PFIના 20 સભ્યોના નામ છે.
એનઆઈએની તપાસમાં સામે આવ્યુ છે કે PFIએ એક સર્વિસ ટીમની રચના કરી હતી, જેમાં સામેલ લોકોને હથિયારો અને સર્વેલન્સ ટેકનિકની તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ ટાર્ગેટ કિલિંગ માટે લોકોની યાદી તૈયાર કરી શકે. આ ઉપરાંત આ ટીમના સભ્યોને ટાર્ગેટને મારવાની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી.
ચાર્જશીટમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે પીએફઆઈના સભ્યો દ્વારા બેંગલુરુ શહેર, સુલિયા ટાઉન અને બેલ્લારે ગામમાં મીટિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ખાસ પાર્ટીના નેતાને નિશાન બનાવવાની યોજના હતી. આ પછી પીએફઆઈના સભ્યોએ ચાર લોકોની ઓળખ કરી હતી. જેમાં પ્રવીણ નેત્રુનુ નામ પણ સામેલ હતુ. ત્યારબાદ પ્લાનિંગ મુજબ 26મી જુલાઇના રોજ તેને ઘાતક હથિયારો વડે મારી નાખવામાં આવ્યો, જેથી લોકોમાં આતંક પેદા કરી શકાય.
એનઆઈએ મુજબ પીએફઆઈના 20 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાંથી 6 હજુ પણ ફરાર છે. તેમની માહિતી આપનારને યોગ્ય ઈનામ આપવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો 120બી, 153એ, 302, 34 અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ 1967ની કલમ 16, 18 અને 20, કલમ 25(1)(એ) વગેરે હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આરોપીઓના નામ મોહમ્મદ શિયાબ, અબ્દુલ બશીર, રિયાઝ, મુસ્તફા પાઈચર, મસૂદ કેએ, કોડાજે મોહમ્મદ શેરિફ, અબુબક્કર સિદ્દીક, નૌફલ એમ, ઈસ્માઈલ શફી કે, કે મોહમ્મદ ઈકબાલ, શહીદ એમ, મોહમ્મદ શફીક જી, ઉમર ફારૂક એમઆર, અબ્દુલ કબીર સીએ, મુહમ્મદ ઇબ્રાહિમ શા, સૈનુલ આબિદ વાય, શેખ સદ્દામ હુસૈન, ઝાકિર એ, એન અબ્દુલ હરિસ, થુફેલ એમએચ છે.












Click it and Unblock the Notifications
