પુલવામા હુમલોઃ NIAની તપાસમાં બેનકાબ થયુ પાકિસ્તાન, મળ્યા કારના સીસીટીવી ફૂટેજ
નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)નું કહેવુ છે કે તે પુલવામા આતંકી હુમલા કેસની તપાસ પૂરી કરવા પર છે. તેમની પાસે એ વાતના પુરાવા છે જે એ તરફ ઈશારો કરે છે કે જૈશ એ મોહમ્મદના ચાર કે પાંચ આતંકીઓ તરફથી આ સમગ્ર હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સુસાઈડ બોમ્બર આદિલ અહમદ ડાર પણ શામેલ હતો. એનઆઈએ સાથે જોડાયેલા સૂત્રો તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે અને તપાસમાં ડાર અને એક લોકલ હેંડલરનું નામ પણ છે.

કારના સીસીટીવી ફૂટેજ મળ્યા
સૂત્રો મુજબ એનઆઈએને એ લાલ એકો કારના સીસીટીવી ફૂટેજ મળી ગયા છે જેનો ઉપયોગ પુલવામા આંતકી હુમલામાં કરાયાની સંભાવના છે. વીડિયો હુમલાના થોડા સમય પહેલા જ રેકોર્ડ થયો હતો. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલામાં આત્મઘાતી હુમલાખોરે કારને સીઆરપીએફની બસમાંથી લઈ જઈને ટકરાવી દીધી. એનઆઈએના સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે હુમલા પહેલા આદિલ અહેમદ ડાર તે જ કારને ડ્રાઈવ કરી રહ્યો છે. એનઆઈએએ કારના માલિકની ઓળક કરી લીધી છે પરંતુ હુમલા બાદથી તેની કોઈ ખબર નથી.

વર્ષ 2011ની કાર
કહેવામાં આવી રહ્યુ છે કે આ કાર વર્ષ 2010-11ની મૉડલ છે. જેને ફરીથી પેઈન્ટ કરવામાં આવી હતી. તપાસ ટીમને કારના શૉકર્સ પણ હુમલાવાળી જગ્યાએથી મળી આવ્યા છે. આ શૉકર્સથી એ માલુમ પડે છે કે કાર અસલમાં કયા વર્ષની છે. આ કાર કાશ્મીરમાં આઠ વર્ષ પહેલા રજિસ્ટર થઈ હતી. આતંકી આ કારનો ઉપયોગ કરી રહ્યા છે તેવી માલિકને સંપૂર્ણ જાણકારી હતી. ટીમના એક તપાસકર્તાએ પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યુ કે આ હુમલામાં પાકિસ્તાન શામેલ છે એ અંગેના પૂરતા પુરાવા છે.

25 કિલોગ્રામ આરડીએક્સ લઈને ફરી રહ્યો હતો ડાર
ડારે જે કારને બસ સાથે ટકરાવી તેમાં લગભગ 25 કિલોગ્રામ આરડીએક્સ હતો જેને એક કન્ટેઈનરમાં રાખવામાં આવ્યો હતો. હજુ એ અંગેન તપાસ ચાલુ છે કે કેવી રીતે જૈશના આતંકી આટલો આરડીએક્સ કાશ્મીર લાવવામાં સફળ થઈ શક્યા. તપાસકર્તાઓનું માનવુ છે કે આરડીએક્સને સીમાની પેલી તરફથી લાવવામાં આવ્યુ હતુ. એનઆઈએને એ અંગેની જાણકારી પણ મળી છે કે ડાર ગયા વર્ષે માર્ચથી જ જૈશ સાથે સક્રિય હતો. હમણાથી તે પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. આદિલ સીઆરપીએફને પસંદ નહોતો કરતો કારણકે સુરક્ષાબળોએ મે કે જૂન 2018માં તેના ઘરમાં આગ લગાવી દીધી હતી.

જૈશે કર્યો હતો આ રીતે હુમલા તરફ ઈશારો
જૈશના બે જૂન 2018ના નિવેદન પર પણ એનઆઈએનું ધ્યાન ગયુ છે. તે સમયે સુરક્ષાબળો પર શ્રીનગરના ફતેહ કાદલ અને બાદશાહ ચોક પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો જૈશના આતંકીઓએ ઑપરેશન બદર હેઠળ કર્યો હતો. તે સમયે સ્થાનિક એજન્સી જીએનએસે જૈશ પ્રવકતાના હવાલાથી કહ્યુ હતુ કે સુરક્ષાબળોએ પુલવામામાં તેમના સાથી ડારના કાકાપોરા સ્થિત ઘરમાં આગ લગાવીને ખૂબ જ શરમજનક કામ કરવાની કોશિશ કરી છે. આ સાથે નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરમાં દરેક આર્મી કેમ્પને નિશાન બનાવવાની ધમકી પણ આપવામાં આવી હતી. તપાસકર્તાઓનું માનવુ છે કે એક લોકલ હેંડલરે ડારને રેડેક્લાઈઝ કર્યો હતો.
આ પણ વાંચોઃ પીએમ મોદીના સ્નાન પર માયાવતીઃ શું આનાથી જનતા સાથે વિશ્વાસઘાતના પાપ ધોવાશે?