For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસના મૃતકોના અંતિમ સંસ્કાર કરવાથી ડરી રહ્યા છે પરિવાર

ખતરનાક વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનારના પરિવારજનો પણ તેમનાથી દૂર ભાગી રહ્યા છે. સ્થિતિ એ છે કે પરિવારના લોકો વાયરસથી જીવ ગુમાવનારના અંતિમ સંસ્કાર કરવાથી પણ ડરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

એવુ ઘણી વાર સાંભળવામાં આવ્યુ છે કે ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે પરંતુ કેરળના કોઝીકોડમાં આ વાત સાચી થતી જોવા મળી રહી છે. કેરળમાં ખતરનાક નિપાહ વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ ખતરનાક વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનારના પરિવારજનો પણ તેમનાથી દૂર ભાગી રહ્યા છે. સ્થિતિ એ છે કે પરિવારના લોકો વાયરસથી જીવ ગુમાવનારના અંતિમ સંસ્કાર કરવાથી પણ ડરી રહ્યા છે. આવી સ્થિતિમાં ડૉક્ટરો જ આગળ આવ્યા છે. તેઓ માનવતાનું ઉદાહરણ પૂરુ પાડીને આ ગંભીર વાયરસના કારણે જીવ ગુમાવનાર લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

નિપાહનો કાળો કહેર, પોતાના છોડી રહ્યા છે સાથ

નિપાહનો કાળો કહેર, પોતાના છોડી રહ્યા છે સાથ

નિપાહ વાયરસના કારણે જ્યારે પોતાના પણ સાથ છોડી રહ્યા છે એવી પરિસ્થિતિમાં કોઝીકોડ નિગમના સ્વાસ્થ્ય અધિકારી ડૉ. આર એસ ગોપકુમારે મોટી જવાબદારી સંભાળી છે. તેમણે નિપાહ વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનાર 12 મૃતદેહોના અંતિમ સંસ્કારની જવાબદારી લીધી છે. ડૉ. આર એસ ગોપકુમારે આ લોકોના અંતિમ સંસ્કાર પર પૂરી નજર રાખી છે.

ડૉ. ગોપકુમારે સંભાળી મોટી જવાબદારી

ડૉ. ગોપકુમારે સંભાળી મોટી જવાબદારી

ડૉ. આર એસ ગોપકુમારે જણાવ્યુ કે તેમણે એક 17 વર્ષના કિશોરના અંતિમ સંસ્કાર કર્યા. તેનું મોત નિપાહ વાયરસના કારણે થયુ હતુ. તેની માતા ને પણ વાયરસના સંક્રમણની આશંકા છે અને તેને અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. તે માતાએ પણ પોતાના દીકરાને છેલ્લી વાર જોયો નહિ અને ડૉ. ગોપકુમારને અંતિમ સંસ્કારનો આદેશ આપી દીધો.

12 લોકોના અંતિમ સંસ્કારની લીધી જવાબદારી

12 લોકોના અંતિમ સંસ્કારની લીધી જવાબદારી

ડૉ. ગોપકુમારે જણાવ્યુ કે જ્યારે હું 17 વર્ષના કિશોરના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યો હતો ત્યારે ખૂબ દુઃખી હતો કારણકે તેનું કોઈ પણ પોતાનું તેની અંતિમ યાત્રામાં નહોતુ. જો કે મે આ વિશે ફરીથી ના વિચાર્યુ અને તે કિશોરના અંતિમ સંસ્કાર કર્યા. એ મારુ કર્તવ્ય હતુ અને મે તે પૂરી ગંભીરતાથી નિભાવ્યુ.

English summary
Nipah virus: doctor performs last rites those patients lost lives virus after close relatives staying away fear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X