For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નિપાહ વાયરસ’ ના ભય વચ્ચે કેન્દ્ર સરકારનું મોટુ નિવેદન

કેરળથી લઈને દિલ્હી સુધી, તમિલનાડુથી લઈને કન્યાકુમારી સુધી લોકો ‘નિપાહ વાયરસ' ના કારણે ભયભીત છે. જો કે લોકોને આના કારણે ડરવાની જરૂર નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

કેરળથી લઈને દિલ્હી સુધી, તમિલનાડુથી લઈને કન્યાકુમારી સુધી લોકો 'નિપાહ વાયરસ' ના કારણે ભયભીત છે. જો કે લોકોને આના કારણે ડરવાની જરૂર નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. કેરળમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. નિપાહના 18 કેસ સામે આવ્યા છે. સરકારે અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે અને કહ્યુ છે કે નિપાહ વાયરસથી ગભરાવવાની જરૂર નથી.

nipah

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂડાને કહ્યુ કે આ એક બહુ જ સ્થાનિક સ્તર પર ફેલાયેલુ સંક્રમણ હતુ અને અમે તેને કાબૂ કરવા સક્ષમ છીએ. સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે રાજ્યએ આ સંક્રમણના કેસોની જાણકારી હાલમાં આપી છે. પ્રીતિ સૂડાને કહ્યુ કે આનાથી ભયભીત થવાની કોઈ જરૂર નથી. દરેક રીતે આની જાણકારી મેળવાઈ રહી છે અને ઈલાજ કરવામાં આવી રહ્યો છે. કેટલાક સેમ્પલોના પરિણામ હજુ આવ્યા નથી. તેમણે કહ્યુ કે રાજ્યમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા માટે વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે. દરેક પ્રકારે આ વાયરસના બચાવ માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે. પૂનામાં લગભગ 60 સેમ્પલનું પરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે નિપાહથી પીડિત મનુષ્યને ઈન્સેફ્લેટિક સિંડ્રોમ રૂપે તેજ સંક્રમણ તાવ, માથાનો દુઃખાવો, માનસિક ભ્રમ, વિચલન, કોમા અને અંતમાં મોત થવાના લક્ષણ જોવા મળે છે. મલેશિયામાં આના કારણે લગભગ 50 ટકા દર્દીઓના મોત થયા છે. નિપાહ વાયરસ મનુષ્યમાં સંક્રમિત ડુક્કર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. ખજૂરની ખેતી કરતા લોકો આની ઝપટમાં જલ્દી આવી જાય છે. 2004 માં આ વાયરસના કારણે બાંગ્લાદેશમાં ઘણા લોકો પ્રભાવિત થયા હતા.

English summary
nipah virus infection contained no need panic says central government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X