નીરવ મોદીનો ઈડીને જવાબ, ‘સરેન્ડર કરવા ભારત આવ્યો તો ભીડ મારી નાખશે'
નીરવ મોદીએ ઈડીને લખ્યુ છે કે તે ભારત પાછો નહિ આવી શકે કારણકે ભારત પાછા આવવા પર તેને પોતાની મોબ લિંચિંગ થઈ જવાનો ડર છે. કથિત રીતે પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડથી વધુનું ફ્રોડ કરીને ભાગી ગયેલ મોદીને ઈડીએ મેઈલ મોકલીને સરેન્ડર કરવા કહ્યુ હતુ. પોતાના જવાબમાં સુરક્ષા કારણોને હવાલો આપીને તેણે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચોઃ હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, 'દલિત નહિ આર્ય હતા બજરંગબલી'
નીરવે ઈડીને કહ્યુ છે, 'ભારતમાં પોતાનું પૂતળુ બળતુ જોઈને અને મને મળી રહેલી ધમકીઓથી ડરી ગયો છુ. તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓને વેતન આપવામાં આવ્યુ નથી. જે મકાનમાં તે રહેતો હતો તેનું ભાડુ બાકી છે. આ બધાએ તેને ધમકીઓ આપી છે. તો હું કેવી રીતે પાછુ જઈ શકુ છુ.'
તમને જણાવી દઈએ કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સામે 24 મે અને 26 મેના રોજ આરોપપત્ર દાખલ કરવામાં હતા. બંને સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યા છે. ઈન્ટરપોલે પણ બંને સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. વળી, નીરવ મોદીના વકીલ વી અગ્રવાલે જણાવ્યુ કે ઈડીએ પીએમલએ કોર્ટમાં તેમના ક્લાઈન્ટને ભાગેડુ ઘોષિત કરવાની માંગ કરી તેના પર જણાવ્યુ કે તે ભારત છોડીને નથી ભાગ્યા પરંતુ મોદી નિયમિત વિઝા અને પાસપોર્ટ લઈને વિદેશ ગયા હતા. અગ્રવાલે જણાવ્યુ કે તેમના ક્લાઈન્ટને ફ્રોડ મામલાનું પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યા છે. ભારતમાં મોબ લિચિંગની ઘટનાઓ અને પોતાના પૂતળા ફૂંકાવા અંગે તેમને સીબીઆઈ અને બીજી એજન્સીઓને પોતાની વાત કહી છે.