For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકોને કરોડોનો ચૂનો લગાવનાર નીરવ મોદી બ્રિટનમાં, રાજકીય શરણ મેળવવાની કોશિશ

હીરાનો મોટો વેપારી નીરવ મોદી જેણે ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો તે યુકેમાં હોવાના સમાચાર મળ્યા છે જ્યાં તે રાજકીય શરણ મેળવવાની સતત કોશિશ કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

હીરાનો મોટો વેપારી નીરવ મોદી જેણે ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો તેની ધરપકડ માટે ભારતીય તપાસ એજન્સીઓ સતત કોશિશ કરી રહી છે. આ દરમિયાન નીરવ મોદી હાલમાં યુકેમાં હોવાના સમાચાર મળ્યા છે જ્યાં તે રાજકીય શરણ મેળવવાની સતત કોશિશ કરી રહ્યો છે. ભારતીય અને બ્રિટિશ અધિકારીઓની માનીએ તો તે યુકેમાં રાજકીય શરણ મેળવવાની કોશિશમાં છે. આ બાબતે બ્રિટનના અધિકારીઓનું કહેવુ છે કે તે વ્યક્તિગત મામલાની જાણકારી આપી શકતા નથી.

કરોડોનો ચૂનો લગાવ્યો

કરોડોનો ચૂનો લગાવ્યો

તમને જણાવી દઈએ કે દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકને નીરવ મોદીએ 11000 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવ્યો છે. ત્યારબાદ ભારતીય તપાસ એજન્સીઓ તેની ધરપકડ માટે સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ તે દેશમાંથી ભાગી ગયો છે. નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ નકલી ક્રેડિટ દ્વારા બેંકમાંથી કરોડો રૂપિયા કાઢ્યા હતા. ત્યારબાદ પીએનબીની કાર્યપ્રણાલી પર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા.

શરણ મેળવવા પ્રયત્નશીલ

શરણ મેળવવા પ્રયત્નશીલ

ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર નીરવ મોદી લંડનમાં છે અને તે રાજકીય શરણ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે તમામ કાયદાકીય એજન્સીઓ તેને રાજકીય શરણ મળે તે પહેલા તેનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી હતી પરંતુ હજુ સુધી એજન્સીઓને આમાં સફળતા મળી નથી. તમને જણાવી દઈએ કે મોદી સરકાર નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરાવવાના સતત પ્રયત્નો કરી રહી છે પરંતુ હજુ સુધી તેમને આમાં સફળતા મળી નથી.

ઘણા લોકો સામે કેસ નોંધાયા

ઘણા લોકો સામે કેસ નોંધાયા

નીરવ મોદી પહેલા વિજય માલ્યા પણ દેશ છોડીને ફરાર થઈ ગયો અને તે બ્રિટનમાં વસી ગયો છે. માલ્યા પર આરોપ છે કે તેણે ઘણી બેંકોની કરોડો રૂપિયાની લોન ચૂકવી નથી. તમને જણાવી દઈએ કે પોલિસે મે માસમાં કુલ 25 લોકો સામે કેસ ફાઈલ કર્યા છે જેમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કંપનીના ત્રણ લોકોના નામ પણ શામેલ છે.

English summary
Nirav Modi flees to UK claims political asylum says report. He is absconding after bank fraud.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X