નીરવ મોદીની લક્ઝરી ગાડીઓની થશે હરાજી, જાણો કઈ કઈ કાર છે શામેલ
પંજાબ નેશનલ બેંકને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. નીરવ મોદીના પૈસાની વસૂલી માટે તેની મોંઘી લક્ઝરી કારોની હરાજી થવા જઈ રહી છે. નીરવ મોદીની રૉલ્સ રૉયઝ કાર જેન વાસ્તવિક કિંમત 5 કરોડ રૂપિયા છે તે 1.30 કરોડની પ્રારંભિક કિંમત સાથે વેચવા માટે તૈયાર છે. આ કાર માટે મુંબઈમાં લોકો બોલી લગાવશે. નીરવ મોદી પાસે કુલ 13 લક્ઝરી કાર છે જેમાં રૉલ્સ રૉયઝ એક છે. આ કારોને ઈડી ઑનલાઈન બોલીના માધ્યમથી વેચી રહી છે.
આ પણ વાંચોઃ શિવરાજ સિંહ ચૌહાણે ડીએમને ધમકી આપતા IAS એસોસિએશને ચૂંટણી પંચને લખ્યો પત્ર

આ કારો શામેલ છે હરાજીમાં
નીરવ મોદી પાસે જે 13 લક્ઝરી કારો છે તેમાં રૉલ્સ રૉયઝ, પોર્શ પનામેરા, બે મર્સિડીઝ બેન્ઝ, ત્રણ હોન્ડા, એક ટોયોટા ફોર્ચ્યુનર, એક ઈનોવા, બે હોન્ડા બ્રિઓસ છે. તમને જણાવી દઈએ કે મુંબઈની વિશેષ અદાલતે ઈડીને આ અંગેનો અધિકાર આપ્યો હતો કે નીરવ મોદીની કારોની ટૂંક સમયમાં હરાજી કરી શકે છે. હરાજી પહેલા જે લોકો શામેલ થવાના હતા તેમણે 21 એપ્રિલથી 23 એપ્રિલ વચ્ચે કારોને જોવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે લોકોને કારોની ટેસ્ટ રાઈડ પર લઈ જવાની મંજૂરી આપવામાં ન આવી.

તમામ માહિતી શેર કરી
મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ તરફથી આ કારોના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં કોર્ટની પ્રારંભિક કિંમત, આને જોવાની જગ્યા, રજિસ્ટ્રેશન નંબર, મૉડલ વગેરેની માહિતી આપવામાં આવી છે. હરાજીનો ઠેકો એમએસટીસીને આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા નીરવ મોદીની તમામ પેઈન્ટીંગ્સની હરાજી કરવામાં આવી હતી જેના દ્વારા 54 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા.

પેઈન્ટીંગ્ઝની થઈ હતી હરાજી
આવકવેરા વિભાગે 68માંથી 55 પેઈન્ટીંગ્ઝની હરાજી કરી હતી. આ હરાજી મુંબઈની સેફ્રન આર્ટ ગેલેરીમાં થઈ હતી. જોવાની વાત એ છે કે નીરવ મોદી હાલમાં લંડનની જેસમાં છે અને તેને ભારત લાવવાની તૈયારી ચાલી રહી છે. તેની જામીન અરજીને યુકેની કોર્ટે ફગાવી દીધી છે.