VIDEO: નીરવ મોદીનો 100 કરોડનો બંગલો ડાયનામાઈટથી ઉડાવાયો
પંજાબ નેશનલ બેંકને 13700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીના અલીબાગ સ્થિત આલીશાન બંગલાને તોડીને જમીનદોસ કરી દેવામાં આવ્યો છે. અલીબાગ સ્થિત કિહિમ બીસ પર બનેલા નીરવ મોદીના કરોડોના ગેરકાયદેસર બંગલાને આજે ડાયનામાઈટથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યો અને આ રીતે નીરવ મોદીનો 100 કરોડનો આલીશાન બંગલો જોતજોતામાં ખંડેરમાં ફેરવાઈ ગયો. કિહિમ બીચ પાસે બનેલા આ બંગલાને તોડવાનું બીજુ ચરણ મંગળવારે શરૂ થયુ હતુ.
પહેલા બંગલાના એ ઢાંચાને તોડી પાડવામાં આવ્યો જેમાં કાંચ લાગેલા હતા. 25 જાન્યુઆરીથી બંગલાને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આ દરમિયાન ઘણી દિવાલો પડી ગઈ. બંગલાને તોડવામાં પ્રશાસનને ઘણી મહેનત કરવી પડી અને અંતમાં આને ડાયનામાઈટથી તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. કહેવામાં આવે છે કે વર્ષ 2011માં 376 વર્ગમીટરમાં બંગલો બનાવવાની મંજૂરી મળી હતી પરંતુ નીરવ મોદીએ નિયમોને નેવે મૂકીને 1081 વર્ગમીટરમાં આનુ નિર્માણ કરાવ્યુ હતુ.
ઘણા બેડરૂમ અને હૉલવાળા આ આલીશાન બંગલામાં ફર્સ્ટ ફ્લોર પર સ્વીમિંગ પુલ પણ હતો. બૉમ્બે હાઈકોર્ટે આ બંગલાને તોડવાનો આદેશ આપી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ એ જ બંગલો છે જ્યાં નીરવ મોદી આલીશાન પાર્ટીઓનું આયોજન કરતો હતો. નીરવે ગયા મહિને વિશેષ અદાલતને જવાબ મોકલીને કહ્યુ હતુ કે સુરક્ષા કારણોથી તે ભારત નહિ આવી શકે.
સીબીઆઈ અને ઈડી નીરવ મોદી સામે આરોપોની તપાસ કરી રહ્યા છે. ઘણી વાર કોર્ટ તેને હાજર થવા માટે આદેશ આપી ચૂક્યુ છે પરંતુ નીરવ મોદી વારંવાર કોઈને કોઈ કારણસર બહાનુ બનાવતો રહે છે. આરોપ છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાં લગભગ 13700 હજાર કરોડ રૂપિયાના નાણાંકીય ગોટાળાને અંજામ આપ્યો. આ ગોટાલા બાદ બંને દેશ છોડે ભાગી ગયા હતા. નીરવને છેલ્લી વાર લંડનમાં જોવામાં આવ્યો હતો જ્યારે મેહુલ ચોક્સીએ એંટીગુઆની નાગરિકતા લઈ લીધી છે.
આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદઃ મધ્યસ્થોમાં શ્રી શ્રી રવિશંકરના શામેલ થવા પર શું બોલ્યા ઓવેસી?