For Quick Alerts
For Daily Alerts
ફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગાર વિનયે રચ્યો નવો પેંતરો
નિર્ભયાના ગુનેગારોએ મોતની સજાથી બચવા માટે હવે નવો પેંતરો રચ્યો છે. દોષિતોએ દિલ્લીના ઉપરાજ્યપાલને અરજી કરી છે. દોષી વિનય શર્માએ પોતાના વકીલ એપી સિંહ દ્વારા દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માંગ કરી છે. એપી સિંહે સીઆરપીસી સેક્શન 432 અને 433 હેઠળ ફાંસીની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીની અદાલતે બધા દોષિતો સામે ચોથી વાર ડેથ વોરન્ટ જારી કર્યો છે જે મુજબ 20 માર્ચની સવારે સાડા પાંચ વાગે બધા દોષિતોને ફાંસીની સજા આપવાની છે.
આ પણ વાંચોઃ દાહોદના મહિલા PSIએ ગામની મહિલાઓને આપ્યુ પ્રોત્સાહન