બધા કાનૂની વિકલ્પો ખતમ, કાલે સવારે 5.30 વાગે અપાશે નિર્ભયાના દોષિતોને ફાંસી
નિર્ભયાના ગુનેગારોને કાલે સવારે 5.30 વાગે જ ફાંસી થશે કારણકે હવે તેમની પાસે બધા કાનૂની વિકલ્પો ખતમ થઈ ગયા છે. ચાર દોષિતોમા્ંથી એક પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટિશન ફગાવી દેવામાં આવી છે. આમાં તેના સગીર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વળી, પવન અને અક્ષયની બીજી દયા અરજી પર રાષ્ટ્રપતિએ વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે.
વકીલે કહ્યુ, પ્રેશરમાં ફાંસી, નિર્ભયાની મા બોલી - કાલે મળશે ન્યાય
સુપ્રીમ કોર્ટમાં એક વાર ફરીથી ઝટકો લાગ્યા બદા પવનના વકીલ એપી સિંહે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં બધુ કામ બંધ છે પરંતુ એ નથી થઈ રહ્યુ કે ફાંસીની સજા પર રોક લગાવવામાં આવે. આ બહુ જ દુઃખદ વાત છે. આ બધુ પ્રેશરમાં થઈ રહ્યુ છે. આ જે કંઈ પણ ચુકાદો છે, તેને અમે આગળ જોઈશુ.
આ તરફ નિર્ભયાની મા આશા દેવીએ કહ્યુ કે આજની તારીખમાં તેમની કોઈ અરજી બાકી નથી. આ ફાંસીને ટાળવા માટેની કોશિશ છે. આપણી અદાલતોને આમની હકીકતની ખબર પડી ગઈ છે. કાલે 5.30 વાગે આ હવે ફાંસી પર લટકશે. કાલે નિર્ભયાને ન્યાય મળશે અને જરૂર મળશે.
આ પણ વાંચોઃ સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી