નિર્ભયા કેસઃ એકેય દોષીતે હજી સુધી નથી જણાવી અંતિમ ઈચ્છા, 20 માર્ચે થશે ફાંસી
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસ મામલાના ચારેય દોષિતોમાંથી કોઈએ પણ અત્યાર સુધી પોતાની અંતિમ ઈચ્છઆ વ્યક્ત નથી કરી. ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી થનાર છે. તિહાર જેલના સૂત્રો મુજબ અમે ચારેય દોષિતોની ફાંસી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ફાંસી આપનાર જલ્લાદ પવન પણ મંગળવારે સાંજે તિહાર જેલ પહોંચશે જે બાદ 4 ડમી ફાંસી આપવામાં આવશે. 18 અથવા 19 માર્ચે તમામ દોષિતોની મેડિકલ તપાસ કરાવાશે. દોષિતોને તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી, પરંતુ હજી સુધી તેમણે કંઈ જણાવ્યું નથી.

આરોપીઓ સાથે પરિજનોની મુલાકાત કરાવાઈ
અક્ષયને છોડી બાકી બધાના ઘરવાળાઓની આખરી મુલાકાત કરાવાઈ ચૂકી છે. બધા જ દોષિતોને જેલ નંબર 3ના કંડમ સેલમાં અલગ અલગ રાખવામાં આવ્યા છે. બધાની 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમના વ્યવહારનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ ચાર દોષિતોમાંથી ત્રણે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતના દરવાજા ખખડાવી પોતાની ફાસીની સજા રોકવાનો અનુરોધ કરતા આરોપ લગાવ્યો કે, 'દોષપૂર્ણ' તપાસ દ્વારા તેમને દોષિત જાહેર કરી દેવામાં આ્યા છે તેમને પ્રયોગનું માધ્યમ (ગિની પિગ) બનાવવામાં આવ્યા છે, પવન કુમાર ગુપ્તા, વિન શર્મા, અક્ષય સિંહ અને મુકેશે હજી સુધી પોતાના બધા કાનૂની ઉપચારોનો ઉપયોગ કર્યો નથી.

20 માર્ચે ફાંસી
અરજીમાં કહેવાયું છે કે મોતની સજા મેળવેલ આ દોષિતોના કાનૂની ઉપચાર/કેસ ભારતમાં વિવિધ અદાલતો/સંવૈધાનિક સંસ્થા સમક્ષ પેન્ડિંગ છે તે સૂચિત કરવું બહુ મહત્વપૂર્ણ છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતમાં કેન્દ્રીય તિહાર જેલે યોજના તૈયાર કરી લીધી છે અને તેમને 20 માર્ચે ફાંસી આપવામાં આવનાર છે.

અરજી કરી
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે નિર્ભયા મામલામાં દોષિતોએ તપાસ દરમિયાન પૉલીગ્રાફ લાઈ ડિટેક્ટર અને બ્રેન મેપિંગ કરાવવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ આવા બધા અનુરોધો કોઈપણ પ્રકારના તર્ક વિના ફગાવી દેવાયા. અરજીમાં આઈસીજે સમક્ષ અનુરોધ કરવામાં આવ્યો કે તે મામલાના એકમાત્ર સાક્ષી પીડિતાના મિત્રીની જૂબાની ખોટી હોવાની સંભાવનાઓની તુરંત તપાસ કરે. અરજીમાં દાવો કરવામાં આવ્યો કે 'દોષિતો સાથે 'ગિની પિગ' જેવો વ્યવહાર કરવામાં આવ્યો અને આ મામલામાં તેમને ખોટા ફસાવવામાં આવ્યા છે. આઈસીજેને અનુરોધ છે કે તેઓ મામલાની તરત તપાસના આદેશ દે.'