નિર્ભયા કેસઃ ફાંસી કે આજીવન કેદ, દોષી પવન ગુપ્તાની અરજી પર આજે SCમાં સુનાવણી
નિર્ભયાના ગુનેગારોને મંગળવારે સવારે ફાંસી થશે કે નહિ તેના પર આજે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. આખા દેશની નજર આજે કોર્ટના ચુકાદા પર છે. વાસ્તવમાં નિર્ભયાના એક દોષી પવન કુમારે ફાંસીના ત્રણ દિવસ પહેલા એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને મોતની સજાને ઉમરકેદમાં બદલવાની માંગ કરી. પવનની આ અરજી પર આજે સુનાવણી થવાની છે. વળી, ચારે દોષિતોની મનોદશા અને શારીરિક સ્થિતિને જાણવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)ને નિર્દેશ આપવાની માંગ માટે શનિવારે દિલ્લી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આના પર પણ આજે સુનાવણી થવાની છે.

ચારે દોષિતોને ત્રણ માર્ચે સવારે થવાની છે ફાંસી
તમને જણાવી દઈએ કે નિર્ભયા ગેંગરેપના ચારે દોષિતોને ત્રણ માર્ચના રોજ સવારે છ વાગે મૃત્યુ થવા સુધી ફાંસી પર લટકાવવા માટે પટિયાલા કોર્ટે ડેથ વોરન્ટ જારી કર્યુ છે. વળી, દોષી પવન કુમાર ગુપ્તાની અરજી પર જસ્ટીસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ સુનાવણી કરશે. પવને પોતાની મોતની સજાને આજીવન દની સજામાં બદલવાની માંગ કરી છે.

પવનના વકીલ એપી સિંહે કહી આ વાત...
પવનના વકીલ એપી સિંહે જણાવ્યુ કે તેમના ક્લાયન્ટે સુધારાત્મક અરજી દાખલ કરીને કહ્યુ છે કે તેને મોતની સજા ન આપવી જોઈએ. પવન ચારે દોષિતોમાં એકલો છે જેણે હજુ સુધી સુધારાત્મક અરજી દાખલ કરવા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાના વિકલ્પનો ઉપયોગ કર્યો નહોતો.

2 જારી થઈ ચૂક્યુ છે ડેથ વોરન્ટ
દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે ચારે દોષિતો સામે 2 વાર ડેથ વોરન્ટ જારી કર્યુ છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે પહેલી વાર ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ જેમાં 22 જાન્યુઆરીએ ચારે દોષિતોને સવારે 7 વાગે ફાંસી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 જાન્યુઆરીએ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ આગળ વધારીને 1 ફેબ્રુઆરી કરી હતી અને ફાંસીનો સમય સવારે 6 વાગ્યાનો નક્કી કર્યો હતો. પરંતુ દોષિતો તરફથી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનાકારણે આ દિવસે ફાંસી થઈ શકી નહોતી.

6 હેવાનોમાંથી એકનુ થઈ ચૂક્યુ છે મોત
ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા વર્ષ 2012માં દિલ્લીમાં ચાલતી બસમાં પેરામેડીકલની છાત્રા નિર્ભયા પર 6 હેવાનોએ ગેંગરેપ કર્યો હતો અને પીડિતાને બસમાંથી નીચે ફેંકી દીધી હતી. દિલ્લીમાં થયેલી આ હેવાનિયતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. થોડા દિવસો બાદ જ ઈલાજ દરમિયાન નિર્ભયાએ દમ તોડી દીધો હતો. આ મામલે 4 દોષિતોને મોતની સજા સંભવળાવવામાં આવી છે જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલમાંથી બહાર આવી ચૂક્યો છે.
આ પણ વાંચોઃ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી, હંગામાના અણસાર, અમિત શાહના રાજીનામાની માંગ