નિર્ભયા કેસઃ દોષિત પવનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ત્રણેયને કાલે જ ફાંસી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી. પવને સુપ્રીમ કોર્ટમાં ફાંસીને ઉંમર કેદમાં બદલવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રવિવારે તેના વકીલ એપી સિંહે કહ્યું હતું- આ મામલો મોતની સજા સાથે જોડાયેલો છે, માટે તેની પિટીશન પર ખુલ્લી અદાલતમાં સુનાવણી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજું ડેથ વોરન્ટ જાહેર કરતા ચારેય દોષિતોને ફાંસી આપવાની તારીખ 3 માર્ચ નક્કી કરી દીધી હતી. 3 માર્ચે સવારે 6 વાગ્યે ચારેયને ફાંસી થનાર છે.

કાલે જ ફાંસીએ લટકાવી દેવાશે
ઉલ્લેખનીય છે કે કે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોને ત્રણ માર્ચના રોજ સવારે છ વાગે ફાંસીએ લટકાવવા માટે પટિયાલા કોર્ટે ડેથ વોરન્ટ જારી કર્યુ છે. એક દોષિ પવનની ક્યૂરેટિવ અરજી પણ ફગાવી દેવાતાં ચારેય દોષિતોને ફાંસીની સજા આપવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. ત્યારે હવે કાલે સવારે જ ચારેય દોષિતોને ફાંસીએ લટકાવી દેવાશે.

2 જારી થઈ ચૂક્યુ છે ડેથ વોરન્ટ
દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે ચારે દોષિતો સામે 2 વાર ડેથ વોરન્ટ જારી કર્યુ છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે પહેલી વાર ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ જેમાં 22 જાન્યુઆરીએ ચારે દોષિતોને સવારે 7 વાગે ફાંસી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 જાન્યુઆરીએ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ આગળ વધારીને 1 ફેબ્રુઆરી કરી હતી અને ફાંસીનો સમય સવારે 6 વાગ્યાનો નક્કી કર્યો હતો. પરંતુ દોષિતો તરફથી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનાકારણે આ દિવસે ફાંસી થઈ શકી નહોતી.

એકનું મોત અને એક છૂટી ગયો
2012માં ચાલતી બસમાં નિર્ભયા પર ગેંગરેપ કરનાર છ હેવાનોએ નિર્દોષ છોકરીને ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર બાદ નિર્ભયા મોત સામે જંગ હારી ગઈ હતી. આ મામલે તમામ છ દોષિતોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાંથી એક દોષી સગીર હોવાના કારણે વહેલી સજા કાપીને જેલથી બહાર આવી ગયો છે જ્યારે એક દોષીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે જેલમાં રહેલા અન્ય ચાર દોષીતોને મંગળવારે વહેલી સવારે 6 વાગ્યે ફાંસીએ લટકાવી દેવામાં આવશે. વહેલી સવારે ફાંસીએ લટકાવવા પાછળ પણ એક મહત્વનું કારણ છે. જો તમને પણ સવાલ ઉઠતો હોય કે દોષિતોને વહેલી સવારે સૂર્ય ઉગતાં પહેલાં જ કેમ ફાંસીએ લટકાવવામાં આવે છે? તો અહીં તમને તમારા સવાલનો જવાબ મળી જશે.