"કોર્ટે 18 વર્ષથી નાની વ્યક્તિને બળાત્કાર કરવાનું સર્ટિફિકેટ આપી દીધું છે.." આ શબ્દો હતા નિર્ભયાની માંના, જેણે રડતી આંખોએ તમામ લોકો આગળ હાથ જોડીને ન્યાયની માંગણી કરી હતી. તે પણ તે દિવસે જ્યારે નિર્ભયા કેસના સગીર આરોપીને જ્યારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આજે આ સગીર આરોપી દક્ષિણ ભારતના એક હાઇ વે પરની હોટલમાં વેટરની નોકરી કરી રહ્યો છે. અને એક સામાન્ય જીવન પસાર કરી રહ્યો છે. જે દિવસે તેને આઝાદ કર્યો એ દિવસ ખરેખર આપણા દેશ માટે કાળો દિવસ હતો, એ દેશ જ્યાં છોકરીઓની દેવી તરીકે પૂજા થાય છે. એટલું ન નહીં નિર્ભયાના સગીર બળાત્કારીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો, પરંતુ આ વાતની ચર્ચા દેશની સંસદમાં ન થઇ.
આ એજ સગીર છે જેણે, 16 ડિસેમ્બરે જે સગીરે નિર્ભયાને બસમાં બેસાડી હતી, બસનો દરવાજો બંધ કર્યો હતો, તેના આંતરડામાં સળિયો ભોંકી દીધો હતો અને દુષ્કર્મ ગુજાર્યા બાદ તેના વાળ પકડી બસમાંથી અધમરી હાલતમાં રસ્તા પર ફેંકી દીધી હતી; જેણે બળાત્કાર દરમિયાન અને તે બાદ સૌથી વધુ હિંસક સ્વરૂપ બતાવ્યું હતું અને જે આ કેસનો સૌથી મોટો દોષી છે, તે યુવક આજે જેલના સળિયાની બહાર આઝાદ ફરે છે.
તેણે નિર્ભયાને જીવવાની તક નહોતી આપી, પરંતુ તેને આપણા દેશના કાયદાએ સુધરવાની એક તક ચોક્કસથી આપી છે. આને ન્યાય કહેવો કે અન્યાય તે તો મારી સમજની બહાર છે પણ તે દિવસે ભારતવાસી તરીકે દરેક ભારતીયનું માથું શર્મશાર થયું છે તે વાત હકીકત છે. નિર્ભયા કેસે એક વાર દેશને હચમચાવી મૂક્યો હતો પરંતુ એ દિવસે એ રડતી માંના આંસુ લૂછવા અને તેને ન્યાય આપાવવા માટે કોઇ ત્યાં હાજર નહોતું. વર્ષ 2015માં જ્યારે આ સગીર આરોપીને મુક્ત કરવામાં આવ્યો એ દિવસની ઘટનાની વધુ જાણકારી મેળવો નીચેના ફોટોસ્લાઇડરમાં...
સુપ્રિમ કોર્ટનો ન્યાય કે અન્યાય?
સુપ્રિમ કોર્ટે નિર્ભયાના સગીર બળાત્કારીને આઝાદ ન કરવાની દિલ્હી મહિલા આયોગની અરજીને ફગાવી દીધી છે. દેશનો કાનૂન છે કે સખ્તમાં સખ્ત ગુનાહમાં પણ સગીરને 3 વર્ષથી વધુ જેલમાં ના રાખી શકાય. આ સગીરે સજાના 3 વર્ષ પૂરા કરી દીધા છે અને હવે તે આઝાદ છે. તેને દિલ્હીના એક NGOની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટે 18 વર્ષથી નીચેના યુવકોને આપ્યું છે રેપનું સર્ટિફેકેટ -નિર્ભયાની માં
"સુપ્રિમ કોર્ટે દિલ્હી મહિલા આયોગની યાચિકા રદ્દ કરીને દેશના 18 વર્ષની નીચેના યુવકને સર્ટિફિકેટ આપી દીધુ છે કે તે છોકરીઓ સાથે કશું પણ કરી શકે છે. કારણ કે આપણા દેશનાં તેમને જેલમાં નાંખવાનું કોઇ પ્રાવધાન નથી" આ શબ્દો હતા નિર્ભયાની માતાના.
આજે દેશ માટે કાળો દિવસ છે :સ્વાતિ માલિવાલ
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલે કહ્યું કે આજે દેશ માટે કાળો દિવસ છે. સુપ્રિમ કોર્ટે પણ દરેક પ્રકારના પ્રયાસ કર્યા પણ સગીરની મુક્તિને રદ્દ ના કરી શકી કારણ કે કાનૂનની આગળ તે લાચાર હતી. આજે જ્યારે એક રેપિસ્ટ આઝાદ થઇ રહ્યો છે તો તે માટે દેશની રાજ્ય સભા પણ જવાબદાર છે કારણ કે ત્રણ વર્ષથી તેની પાસે આ અંગે કાનૂન બનાવવાનું વિધેયક છે પણ તે પાસ નથી કરી શક્યા.
સલમાન અને જયલલિતાને ન્યાય મળી શકે પણ આમને નહીં?
આ પહેલા પણ અનેક હાઇ પ્રોફાઇલ કેસમાં સલમાન ખાન જેવા એક્ટર અને રાજનેતા જેવી જયલલિતાને કોર્ટે ન્યાય આપ્યો છે. પણ આ માંને ન્યાય આપવામાં શું કોર્ટ પણ બંધાયેલી છે?
નિર્ભયાની માંએ કહ્યું વડાપ્રધાનજી હવે તો આંખો ખોલો
તો આ પ્રસંગે રડતી આંખે પાછલા કેટલાય વખતે દરેક રાજકીય નેતા, વકીલ જજ આગળ હાથ જોડીને ન્યાય માંગતી નિર્ભયાની માં કહ્યું કે "વડાપ્રધાનજી હવે તો આંખો ખોલો, હવે બહું થયું".
સંસદમાં પણ DDCA મહત્વનું છે નિર્ભયા નહીં!
તો બીજી તરફ દેશનું હાર્દ કેહવાતી સંસદમાં પણ નિર્ભયા અને સગીર રિહાઇ જેવા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાનો સમય નથી. આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા DDCA જેવા મુદ્દા પર આરોપ પ્રત્યારોપ કરવાનું જ મહત્તવ છે.
વિરોધ
જે દિવસથી નિર્ભયા કાંડ તે બાદ લોકો દેશની સંસદને ધેરી લીધી હતી. તે સમયમાં વડાપ્રધાન મનમોહન સિંહ પણ કહ્યું હતું કે હું પણ એક પુત્રીનો બાપ છું અને હું નિર્ભયાના પરિવારની પીડા સમજી શકું છું. પણ આજે તે પણ DDCA જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં વ્યસ્ત છે.
નિર્ભયા કેસ, આ અન્યાય ક્યાં સુધી!
આજે તમામ દેશવાસીઓ માટે કાળો દિવસ છે. જ્યાં સ્ત્રીને દેવી મનાય છે તે જ દેશમાં એક સ્ત્રી જોડે સૌથી હિંસક કાર્ય કરનારને મુક્ત કરી દેવાયો છે. સગીરને સુધરવાનો હક છે. તેને પશ્યાતાપ કરવાનો હક છે પણ શું નિર્ભયાને જવવાનો હક નહતો? આ ન્યાય છે કે અન્યાય તે કહેવું મુશ્કેલ છે પણ કાયદો મજબૂત નહીં થાય તો દેશની મહિલાઓ આવી જ રીતે નિર્ભયા બનતી રહેશે તે વાત ચોક્કસ છે!