Nirbhaya Case: સુપ્રીમ કોર્ટ આજે દોષી વિનયની અરજી પર ફેસલો સંભળાવશે
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસ મામલે સુપ્રીમ કોર્ટ દોષી વિનય શર્માની અરજી પર આજે ફેસલો સંભળાવશે, જણાવી દઈએ કે પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ દ્વારા દોષી વિનય કુમાર શર્માની દયા અરજી ફગાવવાના મુદ્દે આજે બપોરે 2 વાગ્યા સુધી ફેસલો સુરક્ષિત રાખી દીધો હતો, એટલું જ નહિ ઉચ્ચતમ ન્યાયાલય નિર્ભયા મામલાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાનો અનુરોધ વાળી કેન્દ્રની અરજી પર પણ સુનાવણી કરશે.

દોષી વિનયની અરજી પર સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવશે
સુપ્રીમ કોર્ટે નિર્ભયા મામલાના દોષિતોને કહ્યું કે તે અલગ-અલગ ફાંસી આપવાની કેન્દ્રની અરજી પર શુક્રવાર સુધી જવાબ દાખળ કરે. કોર્ટે દોષી પવન ગુપ્તાના મામલામાં વરિષ્ઠ વકીલ રંજન પ્રકાશને ન્યા મિત્ર નિયુક્ત કર્યા.

વિનયની માનસિક હાલાત ઠીક નથી
જ્યારે દોષિતોના વકીલ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે વિનયને જેલમાં બહુ પરેશાન કરાયો છે, જે કારણે તે માનસિક રૂપે બીમાર થઈ ગયો છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતી વખતે તેના માનસિક રૂપે બીમાર હોવાના પહેલૂ પર વિચાર નહોતો કર્યો.

નિર્ભયાની માએ કોર્ટમાં કહ્યું કે મારા અધિકારનું શું થયું?
જણાવી દઈએ કે નિર્ભયાના માતા-પિતા દ્વારા એક અરજીદાખલ કરવામાં આવી હતી, જેમાં ચાર દોષિતો માટે નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગ કરાઈ છે. નિર્ભયાની માએ કોર્ટમાં કહ્યું કે મારા અધિકારનું શું થયું? હું હાથ જોડીને ઉભી છું, કૃપિયા દોષિતો વિરુદ્ધ નવો ડેથ વોરન્ટ જાહેર કરવામા આવે. હું પણ માણસ છું. આ કેસના સાત વર્ષથી વધુ થઈ ગયા છે. આ બોલી તે રોવા લાગી.

એક દોષીનું મોત
ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા વર્ષ 2012માં દિલ્હીમાં ચાલતી બસમાં પેરામેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે 6 નરાધમોએ ગેંગરેપ કર્યો હતો અને પીડિતાને ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હતી. દિલ્હીમાં થયેલી આ હેવાનિયતની ઘટનાએ આખા દેશને હલાવીને રાખી દીધો છે. થોડા દિવસો બાદ જ ઈલાજ દરમિયાન નિર્ભયાએ દમ તોડી દીધો હતો. આ મામલે 4 દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે એક સગીર સજા કાપી જેલની બહાર આવી ગયો છે અને એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી.
Pulwama Attack: વર્ષ પહેલા આજના દિવસે જ હુમલામાં 40 જવાન થયા હતા શહીદ