• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આખરે નિર્ભયાને મળ્યો ન્યાય, 4 ગુનેગારોની ફાંસીની સજા યથાવત

By Shachi
|
Google Oneindia Gujarati News

નિર્ભયા ગેંગ રેપ કેસ ના ચાર આરોપીઓની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. ચાર વર્ષ બાદ આખરે નિર્ભયા અને તેના પરિવારજનોને ન્યાય મળ્યો છે. 16 ડિસેમ્બર, 2012ની રાત્રે દિલ્હીમાં ચાલુ બસે પીડિતા પર 6 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું હતું, આ કેસનો આખરી ચૂકાદો આજેે 5 મે, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

ગેંગ રેપના ચારેય દોષીતો અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશને સાકેત કોર્ટે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી, 14 માર્ચ, 2014ના રોજ દિલ્હી હાઇ કોર્ટે આ સજા યોગ્ય ઠરાવી હતી. જે પછી આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસને 'ત્સુનામી ઓફ શોક' ગણાવ્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના તમામ પુરાવાઓ સ્વીકાર્યા છે અને કહ્યું કે, આખી ઘટનાનું વર્ણન સાંભળતાં લાગે છે જાણે આ કોઇ બીજા જ ગ્રહની ઘટના ન હોય. સુુપ્રીમ કોર્ટે આ ચારેય આરોપીઓ સામે કડક વલણ અપનાવી તેમની ફાંસીની સજા યથાવત રાખી છે અને સમાજ સમક્ષ એક દાખલો પૂરો પાડ્યો છે.

નિર્ભયાના પરિવારજનોને મળ્યો ન્યાય

નિર્ભયાના પરિવારજનોને મળ્યો ન્યાય

પીડિતાની માતા આશા દેવીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મારી દિકરીને આખરે ન્યાય મળ્યો છે. અમને સૌને ન્યાય મળ્યો છે, દિકરીની ખોટ તો હંમેશા સાલશે. આપણી કાયદાકીય વ્યવસ્થા થોડી લચર જરૂર છે, પરંતુ આજે હું સ્વીકારું છે કે, કાયદાકીય વ્યવસ્થામાં દેર હે, અંધેર નહીં.

નિર્ભયા કેસનો સમગ્ર ઘટનાક્રમ

નિર્ભયા કેસનો સમગ્ર ઘટનાક્રમ

 • 16 ડિસેમ્બર 2012 - દિલ્હીના મુનારિકામાં છ લોકોએ ચાલુ બસમાં પેરામેડિકની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર બાદ યુવતી અને તેના મિત્રને ચાલુ બસમાંથી અધમરેલી હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા.
 • 18 ડિસેમ્બર, 2012 - આરોપીઓ રામ સિંહ, મુકેશ સિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ધરપકડ.
 • 21 ડિસેમ્બર, 2012 - સગીર આરોપી અને આરોપી અક્ષય ઠાકુરની બિહારથી ધરપકડ
 • 29 ડિસેમ્બર, 2012 - સિંગાપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિતાનું મૃત્યુ
 • 3 જાન્યુઆરી, 2013 - પોલીસે પાંચેય પુખ્ત આરોપીઓ વિરુદ્ધ હત્યા, ગેંગરેપ, હત્યાનો પ્રયત્ન, અપહરણ, લૂંટ વગેરે આરોપો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
 • 17 જાન્યુઆરી, 2013 - ફાસ્ટ ટ્રેક અદાલતમાં પાંચેય આરોપીઓના ગુના સાબિત થયા.
 • 11 માર્ચ, 2013 - રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી
 • 31 ઓક્ટોબર, 2013 - જુવેનાઇલ બોર્ડે સગીર આરોપીને ગેંગરેપ તથા હત્યા માટે દોષી માન્યો તથા તેને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો.
 • 10 સપ્ટેમ્બર, 2013 - ફાસ્ટ ટ્રેક અદાલતે બાકી બચેલ 4 ગુનેગારોને 13 અપરાધો માટે દોષીત સાબિત કર્યા.
 • 13 સપ્ટેમ્બર, 2013 - ચારેય ગુનેગારો મુકેશ, વિનય, પવન અને અક્ષયને ફાસ્ટ ટ્રેક અદાલતે ફાંસીની સજા આપી.
 • 13 માર્ચ, 2014 - દિલ્હી હાઇ કોર્ટે ચારેય દોષીતોની ફાંસીની સજા યથાવત રાખી.
 • 2014-2016 - દોષીતોએ ફાંસીની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હોવાથી તેમની સજા પર રોક લગાવવામાં આવી.
 • 27 માર્ચ, 2017 - સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ, એમિકસ ક્યૂરી અને દોષીઓના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે નિર્ણય મોકૂફ રાખ્યો.
 • 5 મે, 2017 - સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખી.
 • શું કહ્યું નિર્ભયાના માતા-પિતાએ?

  શું કહ્યું નિર્ભયાના માતા-પિતાએ?

  સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં નિર્ભયાની માતાએ ભારતીય કાયદાકીય વ્યવસ્થામાં પોતાનો વિશ્વાસ જાહેર કરતાં કહ્યું હતું કે, 'અમે પાંચ વર્ષ સુધી રાહ જોઇ છે. મને માત્ર મારી દિકરી માટે ન્યાય જોઇએ છે. મને પૂરો વિશ્વાસ છે કે ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવશે. મને કાયદાકીય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. અદાલત મારી દિકરીને ન્યાય આપશે અને દુનિયા સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડશે.' નિર્ભયાના પિતાએ આ અંગે કહ્યું હતું કે, 'તેમણે જે કર્યું છે એના ઉપહાર તરીકે તેમને મૃત્યુ જ મળશે. સુપ્રીમ કોર્ટ તો ઠીક, આવા લોકોને તો ભગવાન પણ નથી છોડતો.'

{promotion-urls}

English summary
Nirbhaya gang rape case: Supreme Court verdict, 4 culprits to be hang till death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X