નોકરી, રોજગાર, કૃષિ, કમજોર ચોમાસું અને બુનિયાદી વિકાસની ચિંતાની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં જનરલ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં વિશાળ જનાદેશ મેળવ્યા બાદ બનેલ નરેન્દ્ર મોદી સરકાર 2.0નું આ પહેલું બજેટ છે. આ બજેટ સામે પીએ એમ મોદી સામે નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાને પૂરું કરવા માટે આકરાં પગલાં ઉઠાવવાનો પડકાર છે. નરેન્દ્ર મોદી સરકારને ઝોલી ભરી-ભરીને વોટ આપ્યા બાદ જનતા-જનાર્દન હવે ધ્યાન લગાવીને બેઠી છે કે નિર્મલાના પિટારામાંથી તેમના માટે શું નીકળે છે? પ્રચંડ તાકાતની સાથે કમબેક કરનાર મોદી સરકાર સમક્ષ આ વખતે પડકાર લાઈન લગાવીને ઉભા છે. નોકરી અને રોજગારના મામલે ફેલ રહેવાનો તગડો આરોપ સહન કરી રહેલ આ સરકારે લાખો જોબ્સ પેદા કરવા માટે અર્થવ્યવસ્થામાં મોટા પાયે રોકાર કરવું પડશે. આના માટે ઈચ્છાશક્તિની સાથોસાથ નાણા પણ જોઈએ. આ રોકાણ ક્યાંથી આવશે તે સકાર માટે એક પડકાર સમાન છે. ખેડૂતોની સમસ્યા માટે અને એજ્યુકેશન ક્ષેત્રે નવી શું જાહેરાત થઈ શકે છે તે અંગે લોકો આંખ લગાવીને બેઠા છે. તો બજેટની લાઈવ અપડેટ મેળવવા માટે બન્યા રહો વન ઈન્ડિયા ગુજરાતી સાથે..
અધિર રંજન ચૌધરીએ કહ્યું - આ બજેટમાં નવું કંઈ નથી, જૂની વસ્તુઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, તે નવી બોટલમાં જૂનો દારૂ છે
4:44 PM, 5 Jul
Union Minister Piyush Goyal: It has given a huge thrust to startup, job creation, Make in India. It has given pension to the traders, large part of the community that was left out of the social security network. It's very reform-oriented. So it's a budget for 130 crore Indians pic.twitter.com/3pLiNGHhYx
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જૉબ ક્રિએશન, મેક ઇન ઈન્ડિયા, જે વેપારીઓને પેન્શનનો અધિકાર આપે છે, શરૂ કરવા માટે મોટો પ્રોત્સાહન આપ્યો છે, આ દેશના 130 મિલિયન લોકોનું બજેટ છે.
4:43 PM, 5 Jul
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બજેટ દેશના ગરીબ લોકો, દલિતો, ખેડૂતો, દેશના યુવાનો અને સ્ત્રીઓને સમર્પિત છે.
4:43 PM, 5 Jul
Finance Minister Nirmala Sitharaman: The budget has been presented with a 10-year vision in mind. The startups are being given a whole set of tax benefits #Budget2019pic.twitter.com/LCZLE9fp9Q
પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સિતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે 10 વર્ષનો વિઝન ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપને ટેક્સમાં છૂટ આપવામાં આવી રહી છે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનએ તેમના બજેટમાં જાહેરાત કરી છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે.
3:37 PM, 5 Jul
બજેટ રજૂ થતાં સેંસેક્સમાં 352 પોઈન્ટનો કડાકો, 39,555.12 અંકો પર સેન્સેક્સ પહોંચ્યો
3:19 PM, 5 Jul
Finance Minister Nirmala Sitharaman: The budget has been presented with a 10-year vision in mind. The startups are being given a whole set of tax benefits #Budget2019pic.twitter.com/LCZLE9fp9Q
પ્રેસ કોન્ફ્રેન્સમાં નિર્મલા સીતારમણે કહ્યું કે- બજેટ 10 વર્ષના વિઝનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપને ટેક્સ છૂટી આપવામાં આવી રહી છે. બજેટમાં ગ્રામીણ અને શહેરીની સાથોસાથ આખા સમાજનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
2 કલાકમાં 10 મિનિટનું બજેટ ભાષણમાં ટેક્સને લઈ નવી ઘોષણા કરી છે. જે બાદ કેટલીક ચીજોના ભાવ વધશે અને કેટલીક ચીજો સસ્તી થશે. તો અહીં જાણો શું મોંઘું થશે અને શું સસ્તું થશે.
2:50 PM, 5 Jul
આ બજેટના કારણે પેટ્રોલ-ડીઝલ, વીડિયો રેકોર્ડર, ઑપ્ટિક ફાઈબર જેવી ચીજો મોંઘી થશે.
2:31 PM, 5 Jul
નીતિન ગડકરીએ કહ્યું- નાણા મંત્રીએ બુનિયાદી માળખાને અત્યાધિક પ્રાથમિકતા આપી છે. 2018-19માં અમારા વિભાગનું બજેટ 78626 કરોડ હતું, હવે આ 83000 કરોડથી વધુ છે.
2:22 PM, 5 Jul
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તમામ વર્ગોનું બજેટ છે, આ ભારતનું 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં લઈ જશે.
Finance Minister Nirmala Sitharaman: It is also proposed to increase custom duty on gold & other precious metals from 10% to 12.5%. #Budget2019pic.twitter.com/b3aS6GHBHO
નિર્મલા સીતારમણ- સોના પર શુલ્ક વધારી 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દીધો છે.
2:00 PM, 5 Jul
બજેટ પર બોલ્યા મોદી- ન્યૂ ઈન્ડિયા માટે બજેટમાં દેશના કૃષિક્ષેત્રને બદલવાનો રોડમેપ
1:45 PM, 5 Jul
બજેટ રજૂ થયા બાદ પીએમ મોદીએ પોતાના પ્રતિક્રિયા આપતી કે આ બજેટ મહિલાઓને સશક્ત બનાવશે, શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જશે, બિઝનેસને આગળ વધરવામાં મદદરૂપ થશે, આ બજેટમાં ગામ અને પરિવાર કલ્યાણ છે, સોલાર શક્તિ પર વિશેષ બળ આપવામાં આવ્યું છે.
1:43 PM, 5 Jul
એગ્રોરૂરલ ઈન્ડસ્ટ્રીમાં 75 ટકાનો વધારો કરાશે.
1:40 PM, 5 Jul
લોકસભામાં નિર્મલા સીતારમણ- સરકારે 36 કરોડ એલઈડી બલ્ડ વહેંચ્યા, આના દ્વારા દેશના 18431 કરોડ રૂપિયા વાર્ષિક બચે છે.
1:39 PM, 5 Jul
લોકસભામાં નિર્મલા સીતારમણ- એક, બે, પાંચ, દસ રૂપિયાના નવા સિક્કા જાહેર થશે, 20 રૂપિયાના પણ સિક્કા આવશે
1:38 PM, 5 Jul
લોકસભામાં નિર્મલા સીતારમણ- આઈટીઆરમાં પાન કાર્ડની જરૂર નહિ, આધારથી પણ આઈટી રિટર્ન ભરી શકાય
1:12 PM, 5 Jul
ઈલેક્ટ્રિવ વાહનોને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે પટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયાનો શેષ વધારી દેવામાં આવ્યો છે.
1:12 PM, 5 Jul
પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયાનો શેષ વધારવામાં આવ્યો છે
1:11 PM, 5 Jul
લોકસભામાં નિર્મલા સીતારમણ- સસ્તા ઘર ખરીદનારને ટેક્સ છૂટ, 4.5 લાખનું ઘર ખરીદવા પર વ્યાજ પર 3.5 લાખની છૂટ, પહેલા 2 લાખની છૂટ હતી.
1:11 PM, 5 Jul
નાણામંત્રી- લોનના વ્યાજ પર 1.5 લાખની છૂટ, ઈલેક્ટ્રિક કાર્સ પર 5 ટકા જીએસી, ઈ-વ્હિકલ્સ પર જીએસટીને 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો.
ભારતમાં બજેટને લઈ કેટલાય પ્રકારની પરપંરા રહી છે. પરંતુ બદલતા સમયની સાથે રીતમાં પણ બદલાવ આવ્યો છે. અહીં જાણો આવી જ પરંપરાઓ વિશે..
12:39 PM, 5 Jul
લોકસભામાં નિર્મલા સીતારમણ- સકાર 2019-20માં 4 અને દૂતાવાસ ખોલવા પર વિચાર કરી રહી છે, ભારતીય સમુદાયના લોકોને સરું અને વધુ સુલભ સાર્વજનિક સેવાઓ પ્રદાન કરવા માટે સરકાર પગલાં ઉઠાવશે.
12:38 PM, 5 Jul
નિર્મલા સીતારમણ- આર્થિક સુધારા પર જોર ચાલુ રહેશે, દેશમાં ક્રેડિટ ગ્રોથ 13 ટકાથી ઉપર સુધી ગયો, ક્રેડિટને વધારો આપવા માટે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે, આ સુધારાના કારણે બેંકોનો એનપીએ ઘટ્યો, સરકારે 4 લાખ કરોડ રૂપિયાનું દેવું વસૂલ્યું
READ MORE
7:29 AM, 5 Jul
નિર્મલા સીતારમણનું પહેલું બજેટ
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ પહેલું બજેટ. અગાઉ તેઓ રક્ષામંત્રીના રૂપમાં જવાબદારી સંભાળી રહ્યાં હતાં.
7:29 AM, 5 Jul
સકાર સ્ક્રેચ પર ટેક્સ છૂટ
આ બજેટમાં નાણામંત્રી સરકાર ક્રેચ (શિશુ પાલન ઘર) પર થનાર ખર્ચમાં ટેક્સ છૂટનું એલાન કરી શકે છે.
7:39 AM, 5 Jul
એજ્યુકેશન લોન પર રાહત મળી શકે
નાણામંત્રી મહિલાઓના એજ્યુકેશન લોક પર લાગતા વ્યાજના દરમાં પણ છૂટનું એલાન કરી શકે છે.
7:39 AM, 5 Jul
તેલની કિંમતોમાં ઘટાડો આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે આર્થિક સર્વેક્ષણ 2018-19 સંસદમાં રજૂ કર્યું હતું, જેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં તેલની કિંમતોમાં ઘટાડો નોંધાશે.
7:39 AM, 5 Jul
સુકન્યા સમૃદ્ધિ યોજના
જનરલ બજેટમાં સુકન્યા યોજના અંતર્ગત મળતી રાહતને પણ વધારવાનું એલાન થઈ શકે છે.
8:21 AM, 5 Jul
રેલવે બજેટ
કેન્દ્રીય બજેટની સાથોસાથ આજે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવશે, નાણામંત્રી સીતારમણ જ રજૂ કરશે બજેટ
8:49 AM, 5 Jul
ન્યૂ ઈન્ડિયા બનાવવામાં કેટલાય પડકાર
આર્થિક સર્વેક્ષણ મુજબ 2014 બાદ સરેરાસ વિકાશ દર 7.5 ટકા જ રહ્યો, પરંતુ પાછલા વર્ષે ઘટીને 6.8 ટકા થઈ ગયો હતો.
8:49 AM, 5 Jul
આર્થિક વિકાસદર
આર્થિક સર્વેક્ષણમાં આ વર્ષનો દેશના આર્થિક વિકાસ દરનું અનુમાન પણ 7 ટકા જ રાખવામાં આવ્યું છે.
8:50 AM, 5 Jul
અનુરાગ ઠાકુરે પ્રાર્થના કરીટ
Delhi: MoS Finance Anurag Thakur offers prayers ahead of #Budget2019. Finance Minister Nirmala Sitharaman to present the Budget at 11 am in Lok Sabha today pic.twitter.com/fFMWQiyoTH