For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેનાની મિલિટ્રી પોલીસમાં સામેલ થશે મહિલા જવાન, રક્ષામંત્રી નિર્મલા સીતારમણનો મોટો ફેસલો

ભારતીય સેનાની મિલિટ્રી પોલીસમાં સામેલ થશે મહિલા જવાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય સેનાની મિલેટ્રી પોલીસમાં હવે મહિલા જવાનોની પણ ભરતી કરવામાં આવશે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મહિલાઓને સેનામાં કો ઑફ મિલેટ્રી પોલીસમાં જવાનોના રૂપમાં સામેલ કરવાનો ફેસલો કર્યો છે. ફેસલા અંતર્ગત મહિલાઓને શ્રેણીબદ્ધ રીતે સૈન્ય પોલીસના કુલ કોરના 20 ટકા સામેલ કરવામાં આવશે.

nirmala sitharaman

જણાવી દઈએ કે સેનાની મિલેટ્રી પોલીસમાં મહિલાઓની ભરતી કરવા માટે લાંબા સમયથી દલિલો થઈ રહી હતી જેના પર આજે રક્ષામંત્રીએ મોહર લગાવી દીધી છે. રક્ષા મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે કે પહેલીવાર કા્મિક નીચલા અધિકારીની ભૂમિકામાં મહિલાઓને સામેલ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે ભૂમિકાઓ માટે મહિલાઓને સામેલ કરવામાં આશે તેમાં બળાત્કાર, છેડતી અને ચોી જેવા અપરાધોની તપાસ, ભીડ પર નિયંત્રણ કરવા જેવા ક્ષેત્ર પણ સામેલ છે.

જણાવી દઈએ કે સેના પ્રમુખ બિપિન રાવતે પાછલા વર્ષે કહ્યું હતું કે સેનામાં 800 મહિલાઓને સામેલ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આના માટે વર્ષના અંત સુધી ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જણાવી દઈએ કે ભારતીય વાયુ સેનામાં 13.09 ટકા મહિલા અધિકારી છે, જે ત્રણેય સશસ્ત્ર બળોમાં સૌથી વધુ છે. રક્ષા રાજ્ય મંત્રી સુભાષ ભામરે કહ્યું હતું કે સેનામાં 3.80 ટકા મહિલા અધિકારીઓ છે જ્યારે નૌસેનામાં 6 ટકા મહિલા અધિકારી છે.

આ પણ વાંચો- લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા

English summary
Nirmala Sitharaman takes decision to induct women as jawans in Corps of Military Police in Army
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X