For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર 'હિટલર' કહેવું પડ્યું ભારે, 57 વિદ્યાર્થી સસ્પેન્ડ

By Super
|
Google Oneindia Gujarati News

એનઆઇટી અગરતાલાની ગર્લ હોસ્ટેલની વોર્ડન વિરુદ્ધ ફેસબુક પર કોમેન્ટ કરવાના કારણે અનુશાસન સમિતિએ સંસ્થાનના 57 વિદ્યાર્થીઓને છ મહીના માટે સસ્પેન્ડ કરી દીધા છે. સંસ્પેન્ડ કરવામાં આવેલા સ્ટુડન્ટ્સમાં વધારે વિદ્યાર્થિનીઓ છે. કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું કે આર.એસ.પનુઆની અધ્યક્ષતાવાળી એનઆઇટીની સાત દિવસીય અનુશાસન સમિતિને ગત સપ્તાહે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી એક વર્ષ માટે સંસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ફેસબુક પર કોમેન્ટ કરવા બદલ બે યુવતીઓ ફસાઇ હતી. ફેસબુકમાં મુંબઇ બંધ પર બે યુવતીઓએ કોમેન્ટ કરી હતી, જે બદલ કાર્યવાહી કરી તેમને જેલમાં બંધ કરી દેવામાં આવી હતી. એક વિદ્યાર્થીએ નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું છે કે, એક વિદ્યાર્થીએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે હોસ્ટેલના અધીક્ષકનું વર્તન હિટલર સમાન છે. તેની આ કોમેન્ટને અન્ય વિદ્યાર્થીઓએ સમર્થન આપ્યું હતુ, ત્યાર બાદ અનુશાસન સમિતિએ આ નિર્ણય કર્યો હતો.

facebook
એનઆઇટીના અધિકારીઓએ આ મામલે કોઇ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. કેટલાક વાલીઓએ જ્યારે અનુશાસનાત્મક કાર્યવાહીનો વિરોધ કર્યો ત્યારે કોલેજના અધિકારીઓ તથા વાલીઓ વચ્ચે એક બેઠક બોલાવવાની યોજના બનાવવામાં આવી. એનઆઇટી શિક્ષક સંઘે ત્રિપુરા સરકાર તથા કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રાલય(એમએચઆરડી)ને પણ આ ઘટનાથી અવગત કર્યા છે. ત્રિપુરાના ઉચ્ચ શિક્ષક મંત્રી ભાનુલાલ સાહાએ કહ્યું કે, આ મામલે નિર્ણય લેવા માટે એમએચઆરડી ઉપયુક્ત પ્રાધિકારી છે. અમે પણ આ મામલાની માહિતી મેળવી રહ્યાં છીએ.

English summary
Facebook the cherished horizon for today’s youth has suddenly become a nightmare for 57 students of National Institute of Technology NIT.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X