For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાંથી ગુજરાતીઓનો સફાયો કરવા માંગું છું: નિતેશ રાણે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 નવેમ્બર: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા નારાયણ રાણેના પુત્ર અને હાલમાં જ કંકાવલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવેલા નિતેશ રાણેએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જ મહારાષ્ટ્રની સાથે સાથે રાષ્ટ્રીય રાજનીતિ ગરમાઇ ગઇ છે. નિતેશ રાણેએ આ ટિપ્પણી ગુજરાતીઓ વિરુદ્ધ કરી છે.

બુધવારે નિતેશ રાણેએ પોતાના ટ્વિટર એકાઉંટ પર લખ્યું હતું કે 'તેઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેવા માગે છે અને તેની શરૂઆત મુંબઇથી કરવા માગે છે. અને એ તમામ ગુજરાતીઓનો મુંબઇમાંથી સફાયો કરવા માંગુ છું જે મરાઠીઓને નફરત કરે છે.'

રાણે પોતાના ટ્વિટર એકાઉંટમાં આજે જણાવે છે કે 'મરાઠી વિરોધી ગુજરાતીવાળા મારી એક ટિપ્પણીથી ચારેબાજુ હોહા થઇ ગયું પરંતુ રોજેરોજ તેમના દ્વારા અપાતી મરાઠી વિરોધી ટિપ્પણી કોઇને નથી દેખાતી.'

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ઓગષ્ટમાં રાણેએ ગુજરાતીઓ વિરુદ્ધ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. રાણેએ લખ્યું હતું કે' મુંબઇમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતીઓની સંખ્યા વધવા પામી છે. 36 બેઠકોમાંથી 13 બેઠકો એવી છે જ્યાં ગુજરાતી મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરે છે.'

આ ઉપરાંત રાણેએ જણાવ્યું હતું કે 'ગુજરાતીઓને પોતાના ટાવરમાં ફ્લેટ ખરીદવાની પરવાનગી ના આપવી જોઇએ. ખાસ કરીને એવા ગુજરાતીઓને જે માસાહારી હોય. આ રીતે મુંબઇમાં ગુજરાતીઓની સંખ્યા વધવાથી અટકાવી શકાશે.'

nitesh rane
નિતેશ રાણેએ એવું પણ કહ્યું હતું કે 'અમે એવા ગુજરાતીઓની વિરોધમાં નથી જે શાંતિને વરેલા છે પરંતુ તેવા ગુજરાતીઓનો વિરોધ કરી રહ્યા છીએ જેઓ શહેર પર પોતાનું આધિપત્ય જમાવવા માગે છે.' રાણેએ પોતાના ટ્વિટ આગળ લખ્યું હતું કે 'તેમણે લખ્‍યું હતું 'વેજ સ્‍કાય, વેજ હોસ્‍પિટલ, વેજ હાઉસીંગ સોસાયટી અને પછી ટૂંક સમયમાં વેજ મુંબઇ. જો ગુજ્જુ પાછા નહીં જાય તો તેઓ મુંબઇને પણ ગુજરાત બનાવી દેશે. રેડ એલર્ટ..'

અત્રે નોંધીય છે કે નિતેશ રાણેના પિતા નારાયણ રાણે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતી વિરુદ્ધ ઝેર ઓંકવાની સજા મળી ગઇ છે. તેઓ પોતાના ગઢ કુડલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો નિતેશ રાણે પણ આ રીતે ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓંકતા રહ્યા તો તેમને પણ જનતા દ્વારા એકવાર ચોક્કસ લાત મારી દેવામાં આવશે.

English summary
Nitesh tweeted, "Wanna take part in Swacha Bharat abhiyan n start from mumbai!! Wanna start cleaning up all the Marathi hating gujjus from there once for all".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X