For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU હિંસા મામલે નિત્યાનંદ રાયે એબીવીપીને આપી ક્લીન ચિટ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

જેએનયુ હિંસા માટે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને વિજય ગોયલે દિલ્લીમાં શાંતિ માર્ચ કર્યુ છે. આ માર્ચ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

JNUમાં છાત્રો અને શિક્ષકો પર હુમલા બાદ મોદી સરકાર દિલ્લીમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહી છે. જેએનયુ હિંસા માટે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને વિજય ગોયલે દિલ્લીમાં શાંતિ માર્ચ કર્યુ છે. આ માર્ચ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનુ નિવેદન આવ્યુ છે અને તેમણે હુમલામાં એબીવીપીને ક્લીન ચિટ આપી છે. નિત્યાનંદનુ આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે દિલ્લી પોલિસ હજુ આ મામલે તપાસ કરી રહી છે.

Nithayanand Rai

જેએનયુ કેમ્પસમાં બુકાનીધારી હુમલાખોરોએ છાત્રોની મારપીટ કરી હતી જેના વિરોધમાં દેશની ઘણી યુનિવર્સિટીઓમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આ હુમલા માટે લેફ્ટ અને એબીવીપી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક વાર ફરીથી કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ લોકોના મનમાં ભ્રમ નાખી રહી છે. નિત્યાનંદ રાયે કહ્યુ કે ભાજપ કાયદો અને શાંતિમાં વિશ્વાસ રાખે છે. વિકાસમાં વિશ્વાસ રાખે છે. નિમ્ન સ્તરની રાજનીતિ કરવી ભાજપનુ નહિ કોંગ્રેસનુ કામ છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે નિશ્ચિત રીતે જે ઘટના જેએનયુમાં થઈ છે તેમાં ક્યાંયથી પણ સત્તામાં બેઠેલા લોકો નથી. અમારી સરકાર સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ કરી રહી છે. દેશાં રચનાત્મક કાર્ય થઈ રહ્યા છે. અમે શિક્ષણને આગળ વધારવામાં લાગેલા છે. અમે દેશની સીમે સુરક્ષિત કરવામાં લાગેલા છે અને અમારી સરકાર ક્યારેય પણ આ પ્રકારની ઘટનામાં રસ નથી લેતી.

આ પણ વાંચોઃ પીએમ મોદીના નિવેદનથી ઉલટો ભાજપની બુકલેટમાં એનઆરસીનો દાવોઆ પણ વાંચોઃ પીએમ મોદીના નિવેદનથી ઉલટો ભાજપની બુકલેટમાં એનઆરસીનો દાવો

English summary
Nithayanand Rai gives clean chit to ABVP over JNU violence, Even as Delhi Police probe still on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X