For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકાસદર ઘટવા માટે નોટબંધી નહિ રઘુરામની નીતિઓ જવાબદારઃ રાજીવ કુમાર

પોલિસી કમિશનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યુ છે કે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓ વિકાસ દર ઘટવા માટે જવાબદાર છે.

|
Google Oneindia Gujarati News

પોલિસી કમિશનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યુ છે કે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓ વિકાસ દર ઘટવા માટે જવાબદાર છે. વિકાસ દર ઘટવા પાછળ તેમણે નોટબંધીને કારણ માનવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. નોટબંધી બાદ વિકાસ દર ઘટવા માટે તેમણે રાજન અને યુપીએને જવાબદાર ગણાવ્યા છે. રાજીવ કુમારનું કહેવુ છે કે વિકાસ દરમાં ઘટાડાનું કારણ નોટબંધી નહિ પરંતુ એનપીએ સમસ્યા રહી છે. આના માટે યુપીએ સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જવાબદાર છે.

rajiv kumar

રાજીવ કુમારે સોમવારે કહ્યુ કે વિકાસદર ઘટવાનું કારણ બેંકિંગ સેક્ટરમાં એનપીએ વધવાનુ હતુ. જ્યારે એનડીએની સરકાર આવી તો આ રકમ ચાર લાખ કરોડ રૂપિયા હતી જે વર્ષ 2017 ના મધ્ય સુધીમાં 10.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને નબળા અને નોન પર્ફોર્મિંગ એસેટ્સની ઓળખ કરવા માટે પ્રક્રિયા નિર્ધારિત કરી. આના કારણે બેંકોઓ ઉદ્યોગોને ઉધાર આપવાનું બંધ કરી દીધુ અને વિકાસ દર પર ખરાબ અસર પડી.

આ પણ વાંચોઃ કેરળમાં રેટ ફિવર રેડ એલર્ટ, જાણો શું છે આ બિમારી, કેવી રીતે ફેલાય છેઆ પણ વાંચોઃ કેરળમાં રેટ ફિવર રેડ એલર્ટ, જાણો શું છે આ બિમારી, કેવી રીતે ફેલાય છે

નોટબંધીના કારણે વિકાસ દર ઘટવા અંગે નીતિ કમિશનના ઉપાધ્યક્ષે કહ્યુ કે નોટબંધીના કારણે વિકાસમાં ઘટાડાના પ્રત્યક્ષ સંબંધનો કોઈ પુરાવો નથી. વિકાસ દરના આંકડા જોઈએ તો વિકાસ દર નોટબંધીના કારણે નીચે નથી આવ્યો પરંતુ છ મહિનાથી સતત નીચે આવી રહ્યો હતો. જેની શરૂઆત 2015-16 ના બીજા ત્રિમાસિકમાં થઈ હતી. જ્યારે વિકાસ દર 9.2 ટકા હતો. ત્યારબાદ દરેક ત્રિમાસિકમાં વિકાસ દર ઘટતો ગયો. રાજીવકુમારે કહ્યુ કે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેવા લોકોએ પણ નોટબંધીના કારણે વિકાસદરમાં ઘટાડાની વાત કહી પરંતુ આ સંપૂર્ણપણે ખોટી ધારણા છે.

આ પણ વાંચોઃ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટઆ પણ વાંચોઃ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટ

English summary
NITI Aayog Vice Chairman Rajiv Kumar blames Raghuram Rajan for slow Growth rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X