For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિ પંચનું સૂચનઃ દારૂ-તમાકુ મોંઘા કરો, શાળામાં યોગને પ્રોત્સાહન આપો

નીતિ પંચે તમાકુ ઉત્પાદન, દારૂ અને કોલ્ડ ડ્રિંક્સને મોંઘા કરવાનું સૂચન આપ્યુ છે. વળી, આયોગ તરફથી સૂચન આપવામાં આવ્યુ છે કે શાળાઓમાં યોગને પ્રોત્સાહન આપવુ જોઈએ.

|
Google Oneindia Gujarati News

નીતિ પંચે તમાકુ ઉત્પાદન, દારૂ અને કોલ્ડ ડ્રિંક્સને મોંઘા કરવાનું સૂચન આપ્યુ છે. વળી, આયોગ તરફથી સૂચન આપવામાં આવ્યુ છે કે શાળાઓમાં યોગને પ્રોત્સાહન આપવુ જોઈએ અને તેને રોજિંદા શાળામાં બાળકો પાસે કરાવવુ જોઈએ જેનાથી તેમની અંદર સારી આદતોનો વિકાસ કરવામાં આવી શકે. બુધવારે પંચ તરફથી સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઈન્ડિયા એટ 75 જાહેર કરવામાં આવ્યુ જેમાં નીતિ પંચે કહ્યુ કે આરોગ્યના ક્ષેત્રમાં રોકાણમાં પ્રોત્સાહન આપવુ જોઈએ. વળી, સૂચન આપવામાં આવ્યુ છે કે આ ક્ષેત્રમાં જીડીપીનો 2.5 ટકા ખર્ચ કરવો જોઈએ. લોકોને સારા આરોગ્ય માટે પંચે એ વાતનો પણ સૂચન આપ્યુ છે કે ગામમાં સફાઈ અને રોજના પોષણ પર પણ વિશેષ રીતે ધ્યાન આપવાની જરૂર છે.

પૌષ્ટિક આહારનું મહત્વ

પૌષ્ટિક આહારનું મહત્વ

નીતિ પંચે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે ક જો ગામમાં લોકોને રોજના ભોજન પર ધ્યાન આપવામાં આવે તો આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટી થઈ શકે છે. પંચે કહ્યુ કે માત્ર બાળકોના આરોગ્ય પર ધ્યાન રાખવાના બદલે દરેક વર્ગના ભોજન અને આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. શાળા, કોલેજ, મહિલા સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યોક્રમો, મેળા વગેરે દ્વારા જાગૃતતા ફેલાવવાની જરૂરિયાત છે. વળી, સોશિયલ મીડિયાના માધ્યમના લોકો વચ્ચે આરોગ્ય અંગે જાણકારી આપવી જોઈએ. વળી, રાજ્ય સરકાર દ્વારા દરેક એવુ ગ્રુપ તૈયાર કરવુ જોઈએ કે જે રાજ્ય, જિલ્લા, બ્લોક સ્તર પર લોકોને આરોગ્ય અંગે જાગૃત કરો.

ખર્ચ વધારવામાં આવે

ખર્ચ વધારવામાં આવે

પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં અપેક્ષિત રીતે ધ્યાન આપવામાં આવ્યુ નથી. લોકોને બિમારીઓ વિશે જાગૃત કરવુ, આનાથી બચવા માટે સૂચન આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી. વર્તમાન સમયમાં આરોગ્ય માટે જાગૃત કરવાના ક્ષેત્રમાં અલગ અલગ કુલ 6.7 ટકા જ ખર્ચ કરવામાં આવે છે. વળી, લોકોના ઈલાજ પર 51 ટકા ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બાકીના પૈસા દવાઓ અન્ય મેડીકલ સામાન અને દર્દીઓને લઈ જવામાં ખર્ચ જવામાં આવે છે.

વિશેષ ધ્યાન આપવાની જરૂર

વિશેષ ધ્યાન આપવાની જરૂર

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લોકોને સારા આરોગ્ય માટે જાગૃત કરવાનું કામ અપ્રશિક્ષિત લોકો પર છોડી ન શકાય. આના માટે એક વિશેષ સંસ્થાની રચનાની જરૂર છે કે જે લોકોને સારા આરોગ્ય માટે જાગૃત કરે. વળી, પંચે મેડીકલ, નર્સિંગ, દવાઓ વગેરેનું શિક્ષણમાં પણ વિશેષ રીતે સુધારની વાત કહી છે. ડૉક્ટરોની સંખ્યામાં વધારો કરવો, નોન ફિઝિશિયન ટ્રેનિંગ, પ્રાઈવેટ સેક્ટરને આ ક્ષેત્રમાં શામેલ કરવા અને તેને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ વાંચોઃ માલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસોઆ પણ વાંચોઃ માલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસો

English summary
Niti Ayog suggests to make alcohol and tobacco expensive promote yoga in school.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X