For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિ ડિજિટલે 24 કલાકની લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 જુલાઇ : ભારતના રાજકારણ પર બાજ નજર રાખનારી વેબસાઇટ નિતિ ડિજિટલે સોમવાર, 1 જુલાઇ, 2013ના રોજ એનડબલ્યુઆર લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરી હતી. આ સર્વિસ મારફતે ઇન્ટરનેટ યુઝર્સ માટે ન્યુઝ અને વ્યૂઝની 24 કલાક લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ આપવામાં આવી રહી છે. આ સર્વિસ તમે વેબસાઇટ http://nwrlive.com/ પરથી મેળવી શકો છો. આ સેવા તમે કોમ્પ્યુટર, ટેબ, મોબાઇલ વગેરે માધ્યમો મારફતે સરળતાથી મેળવી શકશો.

આ સર્વિસ લોન્ચ થતાની સાથે જ સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક અને ટ્વિટર પર લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રસંગે રાજકારણ અને મીડિયા સાથે સંકળાયેલી હસ્તિઓ પણ હાજર રહી હતી.

niti-digital-live-streaming

લોન્ચિંગ કાર્યક્રમમાં આરએસએસના વરિષ્ઠ નેતા રામ માધવે એનડબલ્યુઆરના શ્રોતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના નેતાઓ, રાજ્યસભા સાંસદ અને ધ પાયોનિયરના તંત્રી ડૉ ચંદન મિત્રાએ ભારતના સ્વતંત્ર ઑડિયો પ્લેટફોર્મ એનડબલ્યુઆર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ પ્રવક્તા મીનાક્ષી લેખીએ પણ આ પગલાને આવકારદાયક ગણાવ્યું હતું.

આ પ્રસંગે નિતિ ડિજિટલના ફાઉન્ડર રાજેશ જૈને જણાવ્યું કે આ એક એવું માધ્યમ છે જે ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ લાવશે. આ પ્રસંગે નિતિ ડિજિટલના એડિટોરિયલ ડાયરેક્ટર કંચન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. http://nwrlive.com/ ની મોબાઇલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.

English summary
Niti Digital Private Limited launched NWR Live, a 24x7 Live Internet Streaming Service of News, Views and tunes. The website had launched earlier and the live audio service was also made available simultaneously on all Internet enabled Mobile Devices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X