For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો હંમેશા માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરી લેશે સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

moodi-pesavum-movie
નવી દિલ્હી, 6 જૂન: ભાજપના નેતા ગોપીનાથ મૂંડેના રોડ અકસ્માત બાદ દેશભરમાં ટ્રાફિક નિયમ-કયદાઓ પર ફરીથી મંથન શરૂ થઇ ગયું છે. આ ક્રમમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ દેશમાં માર્ગ પરિવહન સંબંધિત કાયદાઓ અને તેના પાલનના માળખામાં આમૂલચૂલ પરિવર્તનની જવાબદારી લઇ લીધી છે.

આ પહેલાં પગલાંના રૂપમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાવવામાં આવશે. બીજા પગલાના રૂપમાં દસ લાખથી વધુ વસ્તીવાળા નગરોમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી અને વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ લગાવીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઓટોમેટિક ચાલનની વ્યવસ્થા કરવામાં આવશે. ત્રીજું પગલું વાહન નિર્માતાઓને વાહનોના એન્જિન અને બૉડીની ડિઝાઇનમાં સુધાર હેતુ વિવશ કરવા માટે ટ્રક-બસ બૉડી કોડમાં ફેરફાર કરવામાં આવશે.

માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પોતાના મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક દ્વારા દેશમાં માર્ગ સુરક્ષા સંબંધિત કાયદાઓ તથા તેમના પાલનની સ્થિતિ વિશે ચર્ચા કરી. ત્યારબાદ સંવાદદાતા સંમેલનમાં તેમણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી. નિતિન ગડકરીએ કહ્યું, હાલનો કાયદો રોડ અકસ્માત પર અંકુશ લગાવવામાં વિફળ સાબિત થઇ છે.

આંતરરાષ્ટ્રિય સ્તરના એવા નવા કાયદાની જરૂરિયાત છે જેના પ્રત્યે લોકોમાં સન્માન પણ હોય અને ભય પણ હોય. એટલા માટે નવો મોટર વ્હિકલ એક્ટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે છ દેશો અમેરિકા, કેનેડા, સિંગાપુર, જર્મની, જાપાન અને બ્રિટેન સંબંધિત કાયદાઓનું અધ્યન કરાવવામાં આવશે.

તેના આધાર પર 15 દિવસોની અંદર નવો કાયદો ઘડવામાં આવશે. ત્યારબાદ નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક બોલાવી રાજ્યોની સાથે તેના પર ચર્ચા કરવામાં આવશે. ટૂંક સમયમાં જ તેને કેબિનેટમાંથી મંજૂર કરાવીને સંસદમાં રજૂ કરવામાં આવશે. બધુ સમયબદ્ધ યોગ્ય રીતે થશે.

આ હશે નિયમ-

હવે એક, બે વાર ગુનાહ પર દંડ, ત્રીજા ઉલ્લંઘન પર ડ્રાઇવિંગ લાઇસન્સ છ મહિના માટે અને ચોથા ઉલ્લંઘન પર હંમેશા માટે જપ્ત થશે તો લોકો પોતે નિયમનું પાલન કરવા લાગશે.

આમાં મંત્રીને, સાંસદને, ધારાસભ્ય અને પત્રકારને છૂટ મળશે નહી. પાછળની સીટ પર પણ બેલ્ટ બાંધવો 2002માં જ કાયદો ફરજિયાત કરવામાં આવ્યો હતો. પરંતુ બાંધતું નથી. તે બેલ્ટને લોકો કવરની પાછળ છુપાવી દે છે.

દુર્ઘટનાઓ માટે વાહનોની ખરાબ ડિઝાઇનને પણ જવાબદાર ગણાવતાં નિતિન ગડકરીએ ટ્રક-બસ બોડી કોડ બદલવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે કેટલાક ટ્રેલરની બોડી એટલી ઉંચી હોય છે કે મારૂતિ કાર જેવા નાના વાહનો તેમાં ઘૂસી જાય છે. એટલા માટે નિર્માતાઓના વાહનોની ડિઝાઇનમાં સુધારો કરવા માટે કહેવામાં આવશે.

ગડકરીએ દેશભરમાં દુર્ઘટના ઘણા સ્થળોએ (બ્લેક સ્પોર્ટ્સ)ની ઓળખ કરવા માટે આરટીઓ અને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારી (એનએચઆઇડી)ના અધિકારીઓને પોતે ત્યાં જવા તથા રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. જો કે આજે નિતિન ગડકરી અને અરવિંદ કેજરીવાલ કાનૂની દાવપેચ કરવા માટે કોર્ટના દરવાજા પર દસ્તક આપી ચૂક્યાં છે.

English summary
Nitin Gadkari has been strict over transport rules after death of his mate Munde.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X