For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્ર સિંચાઈ સ્કેમ: ગડકરીના બચાવમાં આવી બીજેપી
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં થયેલા 72,000 કરોડના સિંચાઈ ગોટાળાને દબાવી દેવામાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરી પર આરોપ લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી નિતિન ગડકરીના બચાવમાં આવી છે.
બીજેપી નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ‘ અંજલિ દમાનિયાના આરોપો અર્થવિહોણા છે. અંજલિ બીજેપીના કોઇપણ નેતાને નથી મળી'. તેમણે આને કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું હતું.
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર સિંચાઇ ગોટાળાએ નિતિન ગડકરીને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અંજલિ દમાનિયાએ આરોપ લગાવ્યા હતા કે શરદ પવાર સાથે કારોબારી સંબંધ હોવાના કારણે ગડકરીએ આ ગોટાળાને દબાવી દીધો હતો.
અંજલિના જણાવ્યા અનુસાર સિંચાઈ ગોટાળાને રાજકીય રીતે ઉછાળવા તે ગડકરી પાસે મદદ માગવા ગઇ હતી. પરંતુ ગડકરીએ મામલાને દબાવી દેવા જણાવ્યું હતું.
જોકે બીજેપીએ આ ઘટનાને બકવાસ ગણાવી હતી. બજેપી પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગડકરીની ક્યારેય અંજલિ સાથે મુલાકાત થઇ નથી.
Comments
nitin gadakri irrigation scam maharashtra bjp anjali મહારાષ્ટ્ર સિંચાઈ ગોટાળા ભારતીય જનતા પાર્ટી નિતિન ગડકરી
English summary
nitin gadakri role in irrigation scam in maharashtra said activist, bjp saves to him.
Story first published: Thursday, September 27, 2012, 13:18 [IST]