જો કોઈએ જાતિવાદ વિશે વાત કરી તો તેની પિટાઈ કરીશઃ નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાતિવાદ વિશે હલ્કા-ફૂલ્કા અંદાજમાં એવુ નિવેદન આપ્યુ છે કે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. ગડકરીએ કહ્યુ કે જો મારા ક્ષેત્રમાં કોઈએ જાતિવાદની વાત કરી છે તો ઠીક નહિ થાય. તેમણે તમામ કાર્યકર્તાઓને ચેતવણી આપી છે કે જો તેમના ક્ષેત્રમાં કોઈએ પણ જાતિવાદની વાત કરી તો તેમની પિટાઈ થશે.
ગડકરીએ આ નિવેદન પિંપડી ચિંચવાડમાં પુનરુત્થાન સમરસતા ગુરુકુલમ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં આપ્યુ.
ગડકરીએ કહ્યુ કે સમાજને આર્થિક અને સામાજિક સ્તર પર સમાનતાના સ્તરે લાવવાની કોશિશ કરવી જોઈએ, એવામાં જાતિવાદ અને સંપ્રદાયવાદ માટે સમાજમાં કોઈ પણ પ્રકારની કોઈ જગ્યા હોવી જોઈએ નહિ. તેમણે કહ્યુ કે અમે જાતિવાદમાં વિશ્વાસ નથી રાખતા. અહીં જે પણ લોકો આવ્યા છે તેમના માટે પણ જાતિવાદ મહત્વ નથી ધરાવતો કારણકે મે પોતે લોકોને ચેતવણી આપી છે કે જો કોઈએ જાતિવાદની વાત કરી તો હું તેમની પિટાઈ કરીશ.
છેલ્લા ઘણા દિવસોથી નીતિન ગડકરી પોતાના નિવેદનોના કારણે સતત ચર્ચામાં છે. ગયા મહિને એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે જે નેતા પોતાના વચનો પૂરા નથી કરતા જનતા તેમની પિટાઈ કરે છે. ગડકરીના નિવેદનને વિપક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડીને પીએમ પર ખૂબ નિશાન સાધ્યુ હતુ. જો કે બાદમાં પાર્ટી તરફથી આ નિવેદન પર સ્પષ્ટતા આપવામાં આવી હતી. વિપક્ષે ઘણા નેતાઓએ પણ ગડકરીની તેમના નિવેદનના કારણે પ્રશંસા કરી હતી.
આ પણ વાંચોઃ ચંદ્રબાબુ નાયડુએ જશોદાબેનનું નામ લઈને પીએમ મોદી પર કર્યો વ્યક્તિગત હુમલો