નિતિન ગડકરીએ જણાવ્યુ કયા કારણસર પ્રિયંકા ગાંધી ગંગામાં યાત્રા કરી શક્યા
પૂર્ણકાલિન રાજકારણમાં આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં તમામ પાર્ટી કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ઈલાહાબાદથી લઈને વારાણસી, બિહાર સુધી ગંગામાં બોટ યાત્રા કરી. તે નાવ પર સવાર થઈને તમામ જગ્યાઓ પર ગયા અને આ દરમિયાન તેમણે લોકો સાથે મુલાકત કરીને અને પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યા. પરંતુ પ્રિયંકા ગાંધીની આ ગંગા યાત્રા વિશે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મોટુ નિવેદન આપ્યુ છે.
નિતિન ગડકરીએ કહ્યુ કે જો મે ઈલાહાબાદથી વારાણસી વચ્ચે વૉટરવે ન બનાવ્યો હોત તો કેવી રીતે પ્રિયંકા ગાંધી વાડ્રા આ યાત્રા કરી શકતા. તેમણે ગંગાનું પાણી પીધુ, શુ તે યુપીએ સરકાર દરમિયાન ગંગાનું પાણી પી શકતા હતા. નિતિન ગડકરીએ દાવો કર્યો કે 2020 સુધી ગંગાનું પાણી 100 ટકા સાફ થઈ જશે. નિતિન ગડકરીએ કહ્યુ કે જ્યારે પ્રિયંકા ગાંધી નાવ યાત્રા પર હતા તો તેમણે એ વાતનો ઉલ્લેખ કરવો જોઈતો હતો કે અમારી સરકારે આ સંભવ કરીને બતાવ્યુ છે.
ગડકરીએ કહ્યુ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે લેખ લખીને દેશમાં માર્ગ નિર્માણ કાર્યની પ્રશંસા કરી છે. એવામાં પ્રિયંકા ગાંધીને પણ ગંગા યાત્રા દરમિયાન સરકારના કામની પ્રશંસા કરવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ એકલા જ લોકસભા ચૂંટણી લડી રહી છે. જ્યારે સપા અને બસપા અહીં ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 80માંથી 71 સીટો પર જીત નોંધાવી રહી હતી, જ્યારે એનડીએ સહયોગી અપના દલે અહીં બે સીટો જીતી હતી.
આ પણ વાંચોઃ બીજી વાર મા બનવા જઈ રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન? ફોટા વાયરલ