For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતીશ-ભાજપ વચ્ચે 2019 ચૂંટણી અંગે થઇ ડીલ, આ છે નવો ફોર્મ્યુલા

બિહારમાં લોકસભા સીટોને લઈને ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલો વિવાદ આખરે પૂરો થતો દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં લોકસભા સીટોને લઈને ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલો વિવાદ આખરે પૂરો થતો દેખાઈ રહ્યો છે. 2019 લોકસભા ચૂંટણી માટે બંને પાર્ટીઓ વચ્ચે સહમતી બનતી જોવા મળી રહી છે. બિહારની 40 સીટોમાં ભાજપ 17 અને જેડીયુ 16 સીટો પર ચૂંટણી લડી શકે છે. જયારે રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી 5 સીટો પર અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએસએલપી બે સીટો પર ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો: આરક્ષણથી નારાજ યુવકે સીએમ નીતીશ કુમાર પર ચપ્પલ ફેંકી, હડકંપ મચ્યો

સીટોની વહેંચણી સમય આવવા પર કરવામાં આવશે

સીટોની વહેંચણી સમય આવવા પર કરવામાં આવશે

સૂત્રો અનુસાર એનડીએ બધા જ દળોમાં લોકસભા ચૂંટણી 2019 માટે સીટોની વહેંચણી યોગ્ય સમય આવવા પર કરવામાં આવશે. મીડિયામાં ચાલી રહેલી લેટેસ્ટ ખબર અનુસાર જેડીયુ કરતા ભાજપ પાસે એક સીટ વધારે છે. સૂત્રો અનુસાર સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પીએમ મોદી, અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતમાં આ ડીલ કરવામાં આવી છે. નીતીશ કુમાર તેમના મોટા સહયોગી પર સતત દબાવ બનાવી રાખવામાં સફળ થયા છે.

આ સમજૂતીની આ અઠવાડિયે ઘોષણા થાય તેવી આશા

આ સમજૂતીની આ અઠવાડિયે ઘોષણા થાય તેવી આશા

આ સમજૂતીની આ અઠવાડિયે ઘોષણા થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. જો એનડીએ સહયોગી ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએસએલપી અલગ થાય તો તેમની સીટો જેડીયુ અને ભાજપમાં વહેંચાઈ શકે છે. જયારે ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર યાદવ ઘ્વારા આશ્વાશન આપવામાં આવ્યું છે કે આ ફોર્મ્યુલા કોઈ પણ રીતે અંતિમ નથી.

સહયોગીઓને સીટોનું નુકશાન

સહયોગીઓને સીટોનું નુકશાન

ખબર એવી પણ આવી રહી છે કે તેમને લોકસભા સાથે સાથે વિધાનસભા સીટોની વહેંચણીને પણ અંતિમ રૂપ આપી દીધું છે. જયારે બીજી બાજુ આરએસએલપી ઘ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 50 કરતા પણ વધારે સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આપને જણાવી દઈએ કે ભાજપ, એલજેપી અને આરએસએલપી ત્રણેને પાછલી ચૂંટણીની સરખામણીમાં કેટલીક સીટો જેડીયુ માટે છોડવી પડી શકે છે.

English summary
Nitish Kumar bjp amit shah 2019 lok sabha bihar Deal Ram Vilas Paswan Upendra Kushwaha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X