For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતીશ કુમારે ઉદ્યોગપતિઓને ગોબર અને ગૌમુત્રના ફાયદા ગણાવ્યા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જૈવિક ખાતર અને કીટનાશક બનાવવા માટે ગૌશાળા સ્થાપિત કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જૈવિક ખાતર અને કીટનાશક બનાવવા માટે ગૌશાળા સ્થાપિત કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો છે. સીએમ નીતીશ કુમારે પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ માટે ચાલી રહેલી બેઠકમાં ગાયના મૂત્ર અને ગોબરના ફાયદા ગણાવ્યા. ટેલીગ્રાફમાં છપાયેલી એક ખબર અનુસાર નીતીશ કુમાર પોતાના ભાષણમાં ઉદ્યોગપતિઓ પાસે ગૌશાળા બનાવવા માટે મદદ માંગી રહ્યા હતા.

આ પણ વાંચો: નીતીશ-ભાજપ વચ્ચે 2019 ચૂંટણી અંગે થઇ ડીલ, આ છે નવો ફોર્મ્યુલા

ગૌશાળા બનાવવા મદદનો અનુરોધ

ગૌશાળા બનાવવા મદદનો અનુરોધ

નીતીશ કુમારની વાત સાંભળીને બેઠકમાં આવેલા ઉદ્યોગપતિઓ ચોકી ઉઠ્યા. ઉદ્યોગપતિઓ સમજી શક્યા નહીં કે સીએમ સાચે જ આવું કહી રહ્યા છે. સોમવારે સચિવાલયમાં એક બંધ રૂમમાં ઉદ્યોગપતિઓ સાથે થયેલી એક બેઠક માં સીએમ નીતીશ કુમારે કહ્યું કે ગાય દૂધના ઉત્પાદન માટે ફાયદાકારક છે. તેની સાથે સાથે તેનું ગોબર અને મૂત્ર જૈવિક ખાતર અને કીટનાશક તરીકે પણ ઉપયોગી છે. હું રાજ્યમાં ગૌશાળા બનાવવાનો અનુરોધ કરું છું.

નીતીશ કુમારના પટના આવાસ પર 8 ગાયો

નીતીશ કુમારના પટના આવાસ પર 8 ગાયો

આપને જણાવી દઈએ કે નીતીશ કુમારનો પશુપાલન તરફ ઝુકાવ છે. તેમના પટના આવાસ પર 8 ગાયો અને 6 વાછરડા છે. કેટલાક ઉદ્યોગપતિઓએ માન્યું કે નીતીશ કુમારે ગૌશાળા વાળી વાત પુરી ઈમાનદારી અને ગંભીરતા સાથે કરી.

મજાકમાં અગત્યનું નિવેદન આપવામાં માહિર છે નીતીશ કુમાર

મજાકમાં અગત્યનું નિવેદન આપવામાં માહિર છે નીતીશ કુમાર

બિહાર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન અધ્યક્ષ કે.પી.એસ.કેસરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નીતીશ સીધા ચહેરા સાથે મજાકમાં નિવેદન આપવામાં માહેર છે. તેમને એવું પણ જણાવ્યું કે ગોબર અને મૂત્ર ઘ્વારા તૈયાર ખાતર અને કીટનાશક ઘ્વારા વધારે આવક થઇ શકે છે કારણકે આખી દુનિયા જૈવિક ખેતી પર ધ્યાન આપી રહી છે. આ બેઠકમાં બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદી, ઉદ્યોગ મંત્રી જય કુમાર સિંહ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, અલગ અલગ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

English summary
Nitish Kumar has asked entrepreneurs to help set up cowsheds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X