For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતીશ ચાચાને ચાર મહિના પછી આવી લાલુની યાદ: તેજસ્વી યાદવ

લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવે ફરી એકવાર નીતીશ કુમાર પર પ્રહાર કર્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવે ફરી એકવાર નીતીશ કુમાર પર પ્રહાર કર્યા છે. તેજસ્વી યાદવ ઘ્વારા આ હુમલો નીતીશ કુમાર ઘ્વારા કરવામાં આવેલા એક ફોન કોલ પછી કરવામાં આવ્યો છે, જેમાં તેમને લાલુ યાદવની તબિયત પૂછી હતી. મુંબઈની એક હોસ્પિટલમાં લાલુ યાદવનું ઓપરેશન ગયા રવિવારે થયું હતું. જયારે સોમવારે સીએમ નીતીશ કુમારે ફોન કરીને લાલુ યાદવના ખબર અંતર પૂછ્યા હતા. જેના કારણે હવે તેજસ્વી યાદવે નીતીશ કુમાર પર પ્રહાર કર્યા છે.

4 મહિના પછી યાદ આવી

4 મહિના પછી યાદ આવી

તેજસ્વી યાદવે ટવિટ કરીને જણાવ્યું કે તેમના પિતા લાલુ યાદવનું ઓપરેશન રવિવારે થયું નીતીશ કુમાર ઘ્વારા કરવામાં આવેલો ફોન બસ એક કર્ટસી કોલ હતો. હેરાન કરતી બાબત છે કે છેલ્લા 4 મહિનાથી બીમાર ચાલી રહેલા લાલુ યાદવના ખબર અંતર નીતીશ કુમારે પૂછ્યા નથી. લાગે છે કે તેમને પણ ખબર પડી ચુકી છે કે ભાજપ અને એનડીએ નેતાઓ હોસ્પિટલ જઈને લાલુ યાદવની ખબર પૂછી રહ્યા છે. એટલા માટે જ તેમને પણ ફોન કરીને લાલુ યાદવની તબિયત પૂછી.

નીતીશ કુમારના લાલુ યાદવ સાથે સંબંધ સારા નથી

નીતીશ કુમારના લાલુ યાદવ સાથે સંબંધ સારા નથી

આ પહેલા બિહાર સીએમ લાલુ યાદવે આરજેડી સુપ્રીમો લાલુ યાદવને ફોન કરીને તેમની ખબર પૂછી હતી. છેલ્લા ઘણા સમયથી લાલુ યાદવ બીમાર ચાલી રહ્યા છે. આ સમયે તેઓ મુંબઈમાં ઉપચાર કરાવી રહ્યા છે. બિહારમાં રાજદ થી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવ્યા પછી નીતીશ કુમારના લાલુ યાદવ સાથે સંબંધ સારા નથી.

લાલુ યાદવ મુંબઈના હોસ્પિટલમાં દાખલ છે

લાલુ યાદવ મુંબઈના હોસ્પિટલમાં દાખલ છે

બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ એશિયન હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઉપચાર કરાવી રહ્યા છે. અહીં તેમને ફિસ્ટુલાનું ઓપરેશન થયું છે. લાલુ પ્રસાદ યાદવને 11 મેં દરમિયાન ઝારખંડ હાઇકોર્ટે સ્વાસ્થ્યના આધાર પર 6 અઠવાડિયાની પેરોલ આપી હતી.

English summary
Nitish Kumar inquires about lalu prasad health, tejashwi yadav called it late courtesy call.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X