For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજસ્વીએ નીતિશ કુમારના DNA પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ચાચા 'ચીટ મિનિસ્ટર' છે

તેજસ્વી કુમાર યાદવે કહ્યું- કહ્યું- ચાચા 'ચીટ મિનિસ્ટર' છે

|
Google Oneindia Gujarati News

પટનાઃ ફરી એકવાર બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારને ચીફ મિનિસ્ટરને બદલે ચીટ મિનિસ્ટર કહીને સંબોધિત કર્યા છે, સોમવારે પોતાની સંવિધાન બચાઓ ન્યાય યાત્રાના બીજા ચરણમાં સિવાન પહોંચેલ તેજસ્વીએ નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

આ ચીફ મિનિસ્ટર નહિ, ચીટ મિનિસ્ટર છેઃ તેજસ્વી યાદવ

આ ચીફ મિનિસ્ટર નહિ, ચીટ મિનિસ્ટર છેઃ તેજસ્વી યાદવ

તેજસ્વીએ કહ્યું કે બિહારના લોકોએ મહાગઠબંધનને જનાદેશ આપ્યો હતો પરંતુ નીતિશ કુમારે દગો આપી જનાદેશને નેવે મૂકી ભાજપ સાથે મળી ગયા, એમણે જનતાના ભરોસાને તોડ્યો છે, આ એ જ નીતિશ કુમાર છે જેઓ કહેતા હતા કે ધૂળમાં મળી જઈશ પણ ભાજપમાં નહિ જાઉં, આજે એમના ડીએનએને શું થઈ ગયું જે એનડીએમાં છે? આ ચીફ નહિ ચીટ મિનિસ્ટર છે.

નીતિશે બિહારમાં વિકાસ નહિ વિનાશ કર્યો

નીતિશે બિહારમાં વિકાસ નહિ વિનાશ કર્યો

નીતિશ કુમાર પર બિહારનો વિકાસ નહિ, વિનાશ કરવાનો આરોપ લગાવતા તેજસ્વીએ કહ્યું કે એમનાથી મોટો બહરૂપિયો બીજું કોઈ નથી, તેજસ્વીએ કહ્યું કે ભાજપ નથી ઈચ્છતી કે બાબા સાહેબનું સંવિધાન ચાલતું રહે, જ્યારે સંવિધાન સમાપ્ત થઈ જશે, ત્યારે આરક્ષણ પણ સમાપ્ત થઈ જશે, આ સત્તા લોભી લોકોને દેશના ગરીબ અને દલિતોથી કંઈ લેવા-દેવા નથી.

નીતિશ જી, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે?

નીતિશ જી, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે?

તેજસ્વીની નિવેદનબાજી એટલેથી ન અટકી, બલકે એમણે નીતિશ પર હિંસા અને સાંપ્રદાયિકતા ફેલાવવાની સાથે મનુવાદી વિચારધારાને વધારો આપવાના આરોપો લગાવ્યા. લાલુના લાલે કહ્યું કે આજ બિહારમાં કાયદો-વ્યવસ્થાની હાલત ખરાબ થઈ ગઈ છે, ભાજપ માત્ર લાલુ પ્રસાદથી ડરે છે અને માટે જ તે એમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. આજે આ પ્રદેશમાં રાક્ષસ રાજ છે અને જનતા તેનાથી ત્રસ્ત છે, તેજસ્વીએ નીતિશ અને સુશીલને સવાલ કર્યો કે કેન્દ્રની વર્તમાન સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન બિહારને શું મળ્યું? બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે?

સંવિધાન બચાઓ ન્યાય યાત્રા

સંવિધાન બચાઓ ન્યાય યાત્રા

ઉલ્લેખનીય છે કે તેજસ્વીએ સંવિધાન બચાઓ ન્યાય યાત્રાના બીજા ચરણની શરૂઆત રવિવારે છપરાથી કરી છે, આ યાત્રા દરમિયાન તે વિવિધ જિલ્લામાં જશે. એમની યાત્રા 2 નવેમ્બરે નાલંદામાં સમાપ્ત થશે.

કોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદકોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદ

English summary
Nitish Kumar Is Not A Chief Minister He Is Cheat Minister Says Tejaswi Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X