કેજરીવાલે કંઇ જ અનોખું નથી કર્યું: નીતિશ કુમાર

Google Oneindia Gujarati News

પટણા, 16 ફેબ્રુઆરીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ તો થવાનું જ હતું. તેમણે બિન કોંગ્રેસી અને બિન ભાજપી મોરચા અંગે કહ્યું કે વાટાઘાટો ચાલી રહી છે. પટણામાં શનિવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, કેજરીવાલનું રાજીનામું આશા અનુરુપ છે. તેમના રાજીનામા સિવાય કંઇ જ સંભવ નથી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે તમે લોકતંત્રની પ્રક્રિયાનો સ્વિકાર કરો છો તો સંવિધાન અનુસાર તેનું પાલન પણ કરવું પડશે.

nitish-kumar-says-kejriwal-resignation-was-expected
લોકતંત્રના નિયમોનું પાલન થવું જ જોઇએ. મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના વિષયમાં કહ્યું કે, સ્થાપિત રાજકારણમાં લોકો બદલાવ લાવવા માગે છે, તેવામાં આવી પાર્ટીઓનું આવવું સ્વાભાવિક છે. નીતિશે કહ્યું કે કેજરીવાલના રાજીનામાથી કોંગ્રેસને નુક્સાન થશે અને ભાજપને કોઇ મોટો ફાયદો થવાનો નથી. તેમણે અલગ મોરચા અંગે જણાવ્યું કે, બધા લોકો પ્રયત્નશીલ છે. આ મોરચાની પહેલ ડાબેરીઓ દ્વારા કરવામાં આવી છે, જેને અનેક દળોએ સમર્થન કર્યું છે.

નોંધનીય છે કે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ રજૂ કરવામા અસફળ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી કેજરીવાલે ઉપરાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની માંગ કરી હતી. જો કે, કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તે નક્કી છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે, દિલ્હીમાં ટૂંક સમયમાં બીજી વખત વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.

English summary
Bihar chief minister Nitish Kumar today said the resignation of Arvind Kejriwal was expected which had to happen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X