નીતિશ કુમારને અડચણ ગણે છે નરેન્દ્ર મોદી!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

પટણા, 29 માર્ચ: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એકવાર ફરી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમને પોતાના માર્ગમાં અડચણ સમજે છે. નીતિશ કુમારે શનિવારે કહ્યું હતું કે ''ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમને પોતાના માટે વિધ્ન સમજે છે. લોકો અમારા વિશે પાયાવિહોણા અને મનગઢંત આરોપ લગાવી રહ્યાં છે.''

નીતિશ કુમારે શુક્રવારે કહ્યું હતું કે ઇમામગંજ અને બેલાગંજ વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આતંકવાદને લોકો અલગ-અલગ ચશ્માથી જોવે છે. નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે લોકોએ આખા દેશમાં બે દુશ્મન જ જોવા મળી રહ્યાં છે. એક ભારતનો મુસલમાન અને બીજો નીતિશ કુમાર.

નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં સાસારામ અને ગયામાં રેલીને સંબોધિત કરતાં નીતિશ સરકાર પર રાજ્યમાં આતંકવાદ, વિજળી અને સિંચાઇની સમસ્યાને લઇને જોરદાર પ્રહાર કર્યા હતા.

nitish-kumar-narendra-modi-601

જેડીયૂ ગત વર્ષે ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી દિધું હતું. આ વખતે લોકસભાની ચૂંટણીમાં બે પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે રામવિલાસ પાસવાની લોકજનશક્તિ પાર્ટી (લોજપા) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

આમ તો નીતિશ કુમારની વાત પર ધ્યાન આપીએ તો ક્યાંક ને ક્યાંક આ વાત સાચી લાગી રહી છે, કારણ કે જ્યાં સુધી જેડીયૂ એનડીએમાં છે, ત્યાં સુધી એનડીએને ક્યારેય નીતિશના વખાણ ન કર્યા. જ્યારે ઇકોનોમિક ફ્રીડમના રિપોર્ટ પર નજર કરીએ તો ગત 10 વર્ષમાં નીતિશનું પ્રદર્શન નરેન્દ્ર મોદી કરતાં સારું રહ્યું છે, બિહાર એટલા માટે ચમકી ન શક્યું કારણ કે નીતિશ કુમાર માટે સંસાધનોની કમી હતી.

English summary
Bihar Chief Minister Nitish Kumar on Saturday said he is "a stumbling block" for BJP's prime ministerial candidate Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X