મજૂરોની છોકરીઓના લગ્ન માટે નિતિશ કુમાર આપશે 5 હજાર રૂપિયા

પટણા, 3 ડિસેમ્બર: બિહારમાં જો કોઇ મજૂર કે પછી ગરીબ પોતાની દિકરીના લગ્ન કરવાનો હશે તો તેને ઓછામાં ઓછી 5 હજાર રૂપિયાની મદદ મળશે કારણ કે નિતિશ કુમારની સરકારે જાહેરાત કરી છે કે મજૂરોની દિકરીના લગ્ન માટે 5 હજાર રૂપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવશે.

આટલું જ નહી જો કોઇ મજૂરનું મોત થઇ જાય છે તો તેના અંતિમ સંસ્કાર માટે પણ 5 હજાર રૂપિયાની મદદ મળશે. રાજ્ય સરકારે જુના નિયમોમાં સંશોધન કરી આને આ વર્ષથી જ લાગુ કરી દિધો છે.

nitish-kumar

મળતી માહિતી મુજબ મજૂરોની મદદ માટે રાજ્ય સરકારે 'બિહાર ભવન અને સન્નિર્માણ કર્મકાર કલ્યાણ બોર્ડ'ની રચના કરી છે. અત્રે ઉલ્લેખનીય છે જૂની વ્યવસ્થા મુજબ બોર્ડમાં દાખલ મજૂરોની દિકરીઓના લગ્ન માટે બે હજાર રૂપિયા મળતા હતા.

આ યોજનામાં સુધારા કર્યા બાદ હવેથી 5 હજાર રૂપિયા મળશે. કુંવારી મહિલા મજૂરોને લગ્ન માટે આટલી આર્થિક મદદ મળશે. આ સિવાય મહિલા મજૂરોના બે બાળકોના લગ્ન માટે પણ આ નિયમ લાગૂ પડશે.

શ્રમ મંત્રાલયના અનુસાર રાજ્યમાં નિર્માણ કાર્યના ક્ષેત્રમાં 10 લાખ મજૂરો છે. મજૂરોના માતૃત્વ લાભના રાશિ એક હજારથી વધારીને 5 હજાર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X