For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDA તૂટશે તો નીતિશે રાજીનામુ આપવું પડશે : ભાજપ

|
Google Oneindia Gujarati News

bjp-logo
પટણા, 15 જૂન : બિહારમાં એનડીએ અને જેડીયુ વચ્ચે પડેલી તિરાડ શનિવારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. નીતિશ કુમારના અક્કડ વલણ સામે ભાજપે જવાબ આપતા જણાવ્યું છે કે જો સત્તાધારી ગઠબંધન એનડીએ તૂટે છે તો રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામુ આપીને નવેસરજી ચૂંટણી યોજીને જનતાનો આધાર પ્રાપ્ત કરી બતાવવો પડશે.

આ અંગે ભાજપના નેતા અને બિહારમાં મંત્રી ચંદ્રમોહન રાયે જણાવ્યું કે "નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દે. કારણ કે રાજ્યની જનતાએ વર્ષ 2010માં એનડીએને પોતાનું સમર્થન આપ્યું હતું." રાયે જણાવ્યું હતું કે જો વર્તમાન તણાવને કારણે રાજ્યમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને ભાજપની રાહ અલગ હોય તો નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે ચાલુ રહી શકે નહીં.

આ સમગ્ર સ્થિતિ અંગે એક અન્ય ભાજપા નેતા અને સાંસદ હુકુમદેવ નારાયણ યાદવે પણ આ પ્રકારની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે "જો યુતિ તૂટે છે તો નીતિશ કુમાર રાજીનામુ આપી દે અને નવેસરથી જનાદેશ આપે."

English summary
Nitish must resign if NDA breaks up: BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X