Nivar Cyclone: ચેન્નઈ એરપોર્ટે 26 ફ્લાઈટ કેંસલ કરી, કેટલીય ટ્રેન પણ રદ
નવી દિલ્હીઃ બંગાની ખાડીથી ઉઠેલ ચક્રવાતી વાવાઝોડું નિવારને પગલે તમિલનાડુ અને પોંડિચેરીમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે તોફાન ખતરનાક સાઈક્લોનમાં તબ્દીલ થવાનું અનુમાન લગાવ્યું છે. તોફાનને પગલે ચેન્નઈમાં પાછલા 24 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેની ટ્રેન અને વિમાન સેવા પર અસર પડી છે. ચેન્નઈ એરપોર્ટ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ વાવાઝોડાને કારણે 26 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં કેટલીક ફ્લાઈટ ચેન્નઈમાં ઉતરવાની હતી.
વાવાઝોડાને કારણે કેટલીય ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી અને કેટલીય ટ્રેનોની સફર વાવાઝોડા પ્રભાવિત સ્ટેશનો પહેલા જ ખતમ કરવાનો ફેસલો લીધો છે. દક્ષિણી રેલવે તરફથી જણાવવામાં આવ્યું કે બુધવારે બે ટ્રેન, 26 નવેમ્બરે સાત અને 28 નવેમ્બરે એક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. સાઉથ વેસ્ટર્ન રેલવેએ ગુરુવારે શેડ્યૂઅલ બે ટ્રેન રદ કરી દીધી છે. ટ્રેન નંબર 06865/06866 ચેન્નઈ-થનજાવુર સ્પેશિયલ ટ્રેન 25 નવેમ્બરે રદ રહેશે. આ ઉપરાંત જે ટ્રેન રદ થઈ તેના નંબર છે- 06232, 06188, 02898, 06231, 06187, 02084, 02083, 02634, 02633, 06724, 06723,06102 06101 અને 02897. રેલવેએ કહ્યું કે, રદ થયેલી ટ્રેનમાં જે મુસાફરોએ ટિકિટ બૂક કરી હતી તેમને પૂરું રિફંડ મળશે.
નિવાર સાઈક્લોનને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા
નિવાર વાવાઝોડું આજે સાંજે તમિલનાડુ અને પોંડિચેરીના તટ પર ટકરાશે. આ દરમ્યાન 100થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તેજ હવાઓ ફુંકાઈ શકે છે. વાવાઝોડાથી નિપટવા માટે તમિલનાડુ પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં 1200 રેસ્ક્યૂ ટ્રૂપર્સ તહેનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડા પહેલા જ તમિલનાડુ અને પોંડિચેરીના કેટલાય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.