For Quick Alerts
For Daily Alerts
બ્રિટેનમાં મોદીને વિઝા પર પ્રતિબંધ નથી: બ્રિટિશ મંત્રી
ચેન્નાઇ, 11 ડિસેમ્બર: બ્રિટિશ મંત્રી વિંસ કેબલે બુધવારે જણાવ્યું કે બ્રિટિશ સરકાર ભારતીય નેતાઓનું ચકાસણી નથી કરતી અને બ્રિટેનમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવા પર કોઇ પ્રતિબંધ નથી.
બ્રિટેનના વ્યાપાર, નવાચાર અને કૌશલ મંત્રી વિંસ કેબલે ગ્રેટ બ્રિટેન મહોત્સવના ઉદઘાટન બાદ જ્યાં પત્રકારોને જણાવ્યું કે 'અમે ભારતીય રાજનેતાઓ પર કોઇ નિર્ણય નથી આપી રહ્યા. અમે ગુજરાતમાં તેમની સાથે સંપર્ક સ્થાપિત કરી રહ્યા છીએ.'
મહોત્સવમાં ભારતમાં કામ કરી રહેલા કેટલીક બ્રિટિશ કંપનીઓનું પ્રદર્શન થાય છે અને નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત નવા કારોબાર અને વ્યવસાયીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિંસે જણાવ્યું કે જ્યા સુધી તેઓ જાણે છે કે મોદીને બ્રિટિશ વિઝા આપવા પર કોઇ પ્રતિબંધ નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન કથિત રીતે માનવઅધિકારોનું ઉલ્લંઘનનો હવાલો આપીને નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદથી અમેરિકન સંસદમાં મોદી વિરોધી પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવ્યો હતો. જોકે હમણા ચાર વિધાન સભાના પરિણામો ભાજપ તરફી આવતા જ આ પ્રસ્તાવ અમેરિકન સંસદમાં ઠંડો પડી ગયો હતો.