For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક સાથે સંબંધો સામાન્ય નહીં થઇ શકેઃ મનમોહન સિંહ

By Super
|
Google Oneindia Gujarati News

pm
નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ પાકિસ્તાની સૈનિકો દ્વારા બે ભારતીય સૈનિકોની નિર્મમ હત્યા બાદ પહેલી વાર પોતાનું મૌન તોડતા પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું છે કે, હવે પાકિસ્તાન સાથે સંબંધો પહેલાં જેવા થઇ શકે તેમ નથી.

તેમણે કહ્યું કે, સરહદ પર બર્બર ઘટના થઇ છે અને આ ઘટના બાદ પાકિસ્તન સાથે વ્યાપારિક સંબંધો પણ સામાન્ય થઇ શકે તેમ નથી. પાકિસ્તાન વિરુદ્ધ અમારી પાસે કયા વિકલ્પ છે, તેના પર અમે સાર્વજનિક રીતે ચર્ચા નથી કરી શકતા પરંતુ દોષિઓને સજા જરૂર મળવી જોઇએ. તેમણે કહ્યુ કે પાકિસ્તાન પોતાની ભૂલ સ્વિકારી દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને હાલતની ગંભીરતનાને સમજવી જોઇએ.

આ પહેલાં સોમવારે ભાજપના કદાવર નેતા અને વિપક્ષ પદના નેતા સુષ્મા સ્વરાજે કરારો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો પાકિસ્તાન દેશના હોનહાર પુત્ર અને શહીદ લાંસ નાયક હેમરાજનું માથું પરત ના કરે તો ભારતે ઓછામાં ઓછા પાકિસ્તાનના 10 માથા લઇ આવવા જોઇએ. સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને કરારો જવાબ આપવા માટે ભારત સરકારને ભલામણ કરી છે.

નોંધનીય છે કે, ગત મંગળવારે પુંછ જિલ્લામાં પાક સૈનાએ એલઓસીપર જોરદાર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં આપણા દેશના બે પુત્ર લાંસ નાયક હેમરાજ અને લાંસ નાયક સુધાકર સિંહ શહીદ થયા, પરંતુ પાક સૈનાએ પોતાની બેશરમી ના છોડી અને પોતાની ક્રુરતા દર્શાવતા શહીદ હેમરાજનું માથુ સાથે લઇ ગયા હતા. ત્યારબાદ શહીદ હેમરાજના પરિવારજનો તરફથી સરકારને માંગ કરવામાં આવી રહી છે કે શહીદ હેમરાજનું માથું પરત લાવે. આ વાતને લઇને હેમરાજના પરિવારજનો અનશન પર બેઠા છે, હાલ આશ્વાસન આપીને અનશન તોડાવાયું છે.

English summary
PM Manmohan Singh warned Tuesday that there cannot be business as usual with Pakistan after last week’s deadly flare up along the border in disputed Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X