For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘લોહીની દલાલી'વાળા નિવેદન પર રાહુલ ગાંધીને રાહત, નહિ થાય દેશદ્રોહનો કેસ

પીએમ મોદી પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદન મામલે રાહુલ ગાંધી સામે ગુનાહિત ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને મોટી રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદન મામલે રાહુલ ગાંધી સામે ગુનાહિત ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને મોટી રાહત મળી છે. દિલ્લી પોલિસે બુધવારે રાઉજ એવન્યુ કોર્ટમાં એટીઆર નોંધાવી છે. આમાં દિલ્લી પોલિસે કહ્યુ કે ફરિયાદના કન્ટેન્ટ મુજબ કોઈ ગુનો બનતો નથી. વાસ્તવમાં આ ફરિયાદમાં માંગ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી સામે કલમ 124એ હેઠળ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવે. દિલ્લી પોલિસ તરફથી કહેવામાં આવ્યુ કે રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે અપમાનજનક નિવેદન આપ્યુ છે અને આના માટે જો પીએમ પોતે માનહાનિનો કેસ નોંધાવવા માંગે તો તે કરી શકે છે. આ કેસમાં અદાલતે પોલિસ રિપોર્ટ જોયા બાદ સુનાવણીને 22 મે સુધી ટાળી દીધી છે.

rahul gandhi

અદાલતે એ અરજી પર 26 એપ્રિલે પોલિસને કાર્યવાહીનો રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા જેમાં માંગ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવામાં આવે. વકીલ જોગિન્દર તુલીની ફરિયાદમાં માંગ કરવામાં આવી હતી કે પીએમ મોદી સામે 2016માં કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવે. દિલ્લી પોલિસે અદાલતને જણાવ્યુ કે આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મને જણાવી દઈએ કે 2016માં આપેલા એક નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અમારા જવાન છે જેમણે દેશને બચાવવા માટે લોહી આપ્યુ છે જેમણે સર્જીકલ સ્ટ્રાઈક કરી. તેમના લોહીની પાછળ પીએમ મોદી છૂપાયેલા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી વિશે એક વિવાદિત નિવેદન આપીને કહ્યુ હતુ કે પીએમ મોદી જવાનોના લોહીની દલાલી કરી રહ્યા છે. આ નિવેદન માટે ઘણો વિવાદ થયો હતો અને ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તીખા હુમલા કર્યા હતા.

આ પણ વાંચોઃ જાણીતી અભિનેત્રીનો ખુલાસો, ફિલ્મના સેટ પર પ્રકાશ ઝાએ કરી હતી અસહજ કમેન્ટઆ પણ વાંચોઃ જાણીતી અભિનેત્રીનો ખુલાસો, ફિલ્મના સેટ પર પ્રકાશ ઝાએ કરી હતી અસહજ કમેન્ટ

English summary
No cognizable offence made out in sedition complaint against Rahul Gandhi, delhi police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X