For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલે કહ્યું હું તમારા માટે પપ્પુ હોઈ શકું છું, મોદીને ગળે મળ્યા

નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ના હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ના હતી. પહેલા તો રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર હુમલા કર્યા. ત્યારપછી પોતાનું સંબોધન પૂરું થયા પછી તેઓ જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે જઈને તેમને ગળે મળ્યા. જાતે પ્રધાનમંત્રી મોદીને પણ આ વાતની કલ્પના પણ ના હતી કે રાહુલ ગાંધી આવું કંઈક કરશે. પરંતુ જે રીતે રાહુલ ગાંધી સામે ચાલીને પીએમ મોદીને ગળે મળ્યા તેનાથી સંદનમાં હંગામાનો માહોલ થોડો બદલાયો હતો.

મોદીને ગળે મળ્યા રાહુલ ગાંધી

મોદીને ગળે મળ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની વાત રજુ કરતા નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમને દેશને છેલ્લા 4 વર્ષમાં ફક્ત જુમલા જ આપ્યા છે. તેમને રોજગાર, રાફેલ ડીલ સહીત ઘણા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનું ચાલુ કર્યું. આ દરમિયાન સંસદમાં જોરદાર હંગામો થયો એટલું જ નહીં પરંતુ સદનની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી.

પીએમ મોદીની સીટ પર જઈને મળ્યા રાહુલ ગાંધી

પીએમ મોદીની સીટ પર જઈને મળ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાની વાત પુરી કરતા જ નરેન્દ્ર મોદીની સીટ પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમારા લોકોની અંદર મારા માટે ખુબ જ નફરત છે તમે મને પપ્પુ અને બીજી પણ ગાળો આપી બોલાવી શકો છો. પરંતુ મારામાં તમારા માટે કોઈ જ નફરત નથી.

જયારે રાહુલ ગાંધીએ આંખ મારી

જયારે રાહુલ ગાંધીએ આંખ મારી

પીએમ મોદીને બિલકુલ પણ આશા ના હતી કે રાહુલ ગાંધી આવું કંઈક કરશે. પરંતુ જેવું તેમની સમજ માં આવ્યું તેમને રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો અને તેમની પીઠ પણ થપથપાવી. એટલું જ નહીં પરંતુ મોદીને ગળે મળ્યા પછી રાહુલ ગાંધી જયારે પોતાની સીટ પર પાછા બેસ્યા ત્યારે તેમની એક ફોટો પણ સામે આવી જેમાં તેઓ આંખ મારી રહ્યા છે.

English summary
No Confidence Motion: Rahul gandhi said I can be Pappu for you and then walks up to PM Modi and gives him a hug.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X