For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના પક્ષમાં મત નહિ આપે શિવસેના, અનુપસ્થિત રહેશે

શિવસેના સાંસદ સંજય રાઉતે સર્વપક્ષીય બેઠક બાદ કહ્યુ કે પક્ષ મોદી સરકારમાં રહેશે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ માટે થનારા મતદાનમાં ભાગ નહિ લે.

|
Google Oneindia Gujarati News

સંસદમાં આજે વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાન પર ચર્ચા થશે. મોદી સરકાર સામે એ મોટો પડકાર છે કે તે સંસદની અંદર પોતાનો બહુમત સાબિત કરે. અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ઘણી ગરમાગરમી જોવા મળી રહી છે. વળી, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા અનંત કુમારે કહ્યુ કે એનડીએ પાસે બહુમત છે અને તે સંસદમા સાબિત કરી દેશે. આજે સંસદમાં અવિસ્વાસ પ્રસ્તાવને જોતા કોઈ પ્રાઈવેટ બિલ નહિ આવે અને પ્રશ્નકાળ પણ નહિ થાય. જો કે શિવસેનાએ ભાજપને મતદાન પહેલા મોટો ઝટકો આપ્યો છે.

shivsena

શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે જે નિર્ણય લીધો છે તે નિશ્ચિત રૂપે ભાજપ માટે મોટો ઝટકો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે સર્વપક્ષીય બેઠક બાદ કહ્યુ કે પક્ષ મોદી સરકારમાં રહેશે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ માટે થનારા મતદાનમાં ભાગ નહિ લે. શિવસેનાએ કહ્યુ કે આજે તે સંસદની કાર્યવાહીમાં ભાગ નહિ લે.

સંજય રાઉતે કહ્યુ કે આ નિર્ણય પક્ષની બેઠકમાં બધાની સંમતિથી લેવામાં આવ્યો છે. શિવસેનાના નિર્ણયથી ભાજપને ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. શિવસેનાની સર્વપક્ષીય બેઠકમાં આનંદ રાવ અદસૂલ, અનિલ દેસાઈ, અરવિંદ સાવંત સહિત ઘણા અન્ય સાંસદ હાજર રહ્યા હતા. લોકસભામાં શિવસેનાના 18 સાંસદ છે.

English summary
no confidence motion: shiv sena to boycott voting in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X