For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવિશ્વાસ પ્રસ્તાવઃ ભાજપને ડરાવીને-ધમકાવીને સમર્થન કેમ કરે છે શિવસેના ?

સવારે શિવસેના નેતા સંજય રાઉતે એમ કહીને ભાજપની શ્વાસ ફૂલાવી દીધા હતા કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ નક્કી કરશે કે તે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે નહિ.

|
Google Oneindia Gujarati News

શિવસેના પ્રેમિકાની જેમ રિસાય છે અને થોડુ મનાવતા માની પણ જાય છે. સવારે શિવસેના નેતા સંજય રાઉતે એમ કહીને ભાજપની શ્વાસ ફૂલાવી દીધા હતા કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ નક્કી કરશે કે તે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે નહિ. આ પહેલા સંસદના બજેટ સત્રમાં જ્યારે ટીડીપી મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી ત્યારે શિવસેનાએ એલાન કર્યુ હતુ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન તે હાજર નહિ રહે. જો કે ગુરુવારે બપોર બાદ પક્ષે પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને સરકારના સમર્થનમાં મત આપવાનો નિર્દેશ આપી દીધો.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાજપને મળ્યો શિવસેનાનો સાથ

અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાજપને મળ્યો શિવસેનાનો સાથ

અમિત શાહ અને મોદીના નેતૃત્વવાળી ભાજપ સાથે શિવસેનાના સંબંધો એટલા સારા નથી રહ્યા જેટલા અટલ-અડવાણીવાળી ભાજપ અને બાલ ઠાકરેવાળી શિવસેનાના હતા. શિવસેનાએ પ્રધાનમંત્રી તરીકે મોદીનું સમર્થન તો કર્યુ હતુ પરંતુ સરકાર બન્યા બાદ બંને પક્ષો વચ્ચે સંબંધોમાં ખટાશ પેદા થઈ ગઈ. એક તો શિવસેનાને મંત્રીમંડળમાં ઉચિત પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ નહિ અને ઉપરથી શિવસેનાની આપત્તિ છતાં સુરેશ પ્રભુને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી.

શિવસેનાએ જારી કર્યુ વ્હિપ

શિવસેનાએ જારી કર્યુ વ્હિપ

ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ દેવેન્દ્ર ફડણવીસ સરકાર સાથે ઘણા મુદ્દાઓ પર ટકરાવ થતો રહ્યો. ત્યારબાદ હાલમાં જ થયેલી મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં બંને પક્ષો એકબીજા સામે લડ્યા અને શિવસેનાને હારનો સામનો કરવો પડ્યો. આ તમામ ચકમક વચ્ચે શિવસેના ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર અને ફડણવીસ સરકારની ખુલ્લેઆમ ટીપ્પણી કરે છે. શિવસેના આ એલાન પણ કરી ચૂકી છે કે લોકસભાની ચૂંટણી તે એકલી પોતાના દમ પર લડશે જો કે બદલાયેલી પરિસ્થિતિમાં આવુ લાગતુ નથી.

આમ બદલાતા રહ્યા શિવસેના-ભાજપના સંબંધો

આમ બદલાતા રહ્યા શિવસેના-ભાજપના સંબંધો

લોકસભા પેટાચૂંટણી બાદ મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ‘સમર્થન માટે સંપર્ક' અભિયાન હેઠળ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે માતોશ્રી પહોંચ્યા હતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને ખટાશ દૂર કરવાની કોશિશ કરી હતી. સવારે સંજય રાઉતના નિવેદને ભાજપને ડરાવી દીધુ હતુ પરંતુ અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી અને પક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ સામે મોદી સરકારના સમર્થનનો નિર્ણય કર્યો.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે કરી ફોન પર વાત

અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે કરી ફોન પર વાત

શિવસેનાની જે કટ્ટર હિંદુવાદી રાજનીતિ રહી છે તેના કારણે તે બીજી કોઈ રાહ પકડી પણ નથી શકતા. બંને પક્ષો ઉગ્ર હિંદુત્વની રાજનીતિ કરે છે અને બંનેની રાજનીતિ દિશા પણ એક જેવી છે. માટે જ્યાં સુધી એકબીજાના હિત સધાતા રહે તો બંને પક્ષો અલગાવનુ કોઈ કારણ ના બની શકે. મુશ્કેલી ત્યારે થાય છે ત્યારે હિતોનો ટકરાવ થાય છે. આમ થવા પર શિવસેના ખુલીને ટીપ્પણી પણ કરે છે અને ભાજપને ધમકાવે પણ છે.

નારાજગી છતાં એકસાથે છે શિવસેના-ભાજપ

નારાજગી છતાં એકસાથે છે શિવસેના-ભાજપ

ભાજપ પણ પોતાના સૌથી જૂના સહયોગીને પોતાની સાથે રાખવાના દબાણમાં છે. ટીડીપીએ સાથ છોડવા પર આ દબાણ વધી ગયુ છે. માટે તેઓ કોઈ પણ કિંમતે પોતાના બચી ગયેલા સહયોગીઓને ગુમાવવા નથી ઈચ્છતી. ખાસકરીને ઉગ્ર હિંદુત્વની રાજનીતિ કરતી શિવસેના તો બિલકુલ નહિ. આરએસએસ તરફથી પણ ભાજપને જે સલાહ મળી છે તેમાં પણ સહયોગીઓ વચ્ચે પક્ષની સ્વીકાર્યતા વધારવા માટે કહેવામાં આવ્યુ છે. બીજી તરફ વિપક્ષને કારણે પણ ભાજપ દબાણમાં છે. આખો વિપક્ષ મોદી સરકાર અને ભાજપ સામે એક થઈ રહ્યો છે. એનડીએનું નેતૃત્વ કરતી ભાજપ પર એ દબાણ વધુ છે કે તે પોતાના સહયોગીઓને પોતાના પક્ષમાંથી ક્યાંય છટકવા ના દે. ભાજપ આના માટે કોઈ પણ કિંમત ચૂકવીને સહયોગીઓને ખુશ રાખવા ઈચ્છે છે.

English summary
No Confidence Motion : Why shiv sena first threatens and then supports BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X