For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPAને સમર્થન અંગે હાલ કોઇ નિર્ણય નહીં : માયાવતી

|
Google Oneindia Gujarati News

mayavati
લખનૌ, 10 ઑક્ટોબર : આજે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતીએ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી અને સંસદીય દળની સંયુક્ત બેઠક બાદ જાહેરાત કરી છે કે કેન્દ્રમાં સત્તા પર કાર્યરત કોંગ્રેસની આગેવાનીવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ની સરકારને બહારથી સમર્થન આપવાનું ચાલુ રાખવું કે નહીં તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે બસપા કેન્દ્રને આપવામાં આવી રહેલો ટેકો ચાલુ રાખશે.

માયાવતીએ જણાવ્યું કે મંગળવાર અને બુધવારે યોજાયેલી પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓએ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર તેમની ઉપર છોડી દીધો છે. આથી ટૂંક સમયમાં હું દેશ અને જનતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇશ.

આ પહેલા મંગળવારે લખનૌમાં બીએસપીની સંકલ્પ મહારેલીમાં માયાવતીએ જણાવ્યું હતું કે આજે લખનૌમાં બીએસપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્રની યુપીએ સરકારને આપવામાં આવેલુ સમર્થન ચાલુ રાખવામાં આવશે કે નહીં.

રિટેલમાં એફડીઆઇના મુદ્દે માયાવતીએ જણાવ્યું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. તેઓ આ નિર્ણયની વિરુધ્ધ છે. જો એફડીઆઇથી ખેડૂતોને ફાયદો થશે તો તેઓ તેનું સમર્થન કરશે.

English summary
No decision yet on support to UPA : Mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X